કરુણતા એ છે કે જે તત્વના ફાયદાઓ વીશે ફૂડ સપ્લિમેન્ટ બનાવતી કંપનીઓ આટલું બધું જાણે છે તે જ કંપનીઓ તેની આડઅસર બાબતે અલ્પ જાણકારી હોવાની છેતરામણી વાત કરે છે
ચૌદ પંદર વર્ષની વયે યૌવન ખીલવાની શરૂઆત થાય ત્યારે ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય અને વાળ સફેદ થઈ ગયા હોય તો એ કેવું વિકૃત અરુચિકર દેખાય!?! પાંસઠ સિત્તેર વર્ષે કાળા વાળ સાથે કરચલી વીનાનો ચહેરો એટલો જ અસ્વાભાવિક અને ઞક્ષફભભયાફિંબહય લાગે! જીવનની દરેક અવસ્થાને પોતાનું આગવું સૌન્દર્ય હોય છે. આધેડ કે મોટી ઉંમરની વ્યક્તિના વાળ કાળા હોય કે તેણે યેનકેન પ્રકારે ત્વચાની ચુસ્તતા ટકાવી રાખી હોય તો પણ તેના માટે વાત્સલ્ય ભાવ ના જાગે, પ્રેમ પણ ના ઉપજે, બસ ફક્ત થોડું કૌતુક થાય! કુદરતી રીતે પણ જો કોઈ વ્યક્તિ આધેડ કે પ્રૌઢ વયે થોડી યુવાન દેખાતી હોય તો પણ, યુવાની જે ભેટ સોગાદ પ્રદાન કરતી હોય છે તે તેને પ્રાપ્ત થઈ જતી નથી, તો કૃત્રિમ રીતે ફૂડ સપ્લીમેન્ટ કે બીજી ટ્રીટમેન્ટ કે પછી તેનાથી સાવ નીચે ઉતરીને ફોટોગ્રાફ ફિલ્ટર કરી, એડિટ કરી યુવાન સ્વરૂપવાન દેખાવા પ્રયાસ કરતા લોકો બીજાની નજરમાં કેવા વાહિયાત અને હાસ્યાસ્પદ લાગતા હશે! આપણે જે છીએ તેમાં ખુશ ના હોઈએ તેનો સીધો અર્થ એ છે કે જીવનને આપણે સમજ્યા જ નથી.
- Advertisement -
અલબત્ત ચીર યૌવન કે અમરત્વની પ્રાપ્તિ માટે માનવીના ધમપછાડાનો ઇતિહાસ લગભગ માનવ જીવનની શરૂઆત જેટલો જ પ્રાચીન છે. દરેક દેશમાં દરેક કાળમાં આ માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ ચૂક્યા છે. આજે વિજ્ઞાનનો યુગ છે તો હવે એ પ્રકારના પ્રયાસો ચાલુ છે.
પરંતુ શરીરને ગમ્મે એટલું યુવાન રાખો, મનને પણ સંભવ એટલું યુવાન રાખવા પ્રયાસ કરો તો પણ, બાળપણની શરૂઆતમાં પ્રત્યેક બાબત માટે જે અચરજ હોય છે, દરેક વાત જાણવા માટે જે જિજ્ઞાસા હોય છે તે અચરજ તે જિજ્ઞાસા ક્યાંથી લાવશો! મુગ્ધાવસ્થામાં યુવાવસ્થામાં વિજાતીય વ્યક્તિનો સંગ પામવાનો જે તલસાટ હોય છે તે તલસાટ ક્યાંથી કાઢશો! વાસ્તવમાં બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થાના અંતિમ ચરણ સુધી મનની કાઇક ને કાઇક ખોજ હોય છે. એ ખોજને માણવી અને યથોચિત સમયે આ ખોળિયાનો હસતા હસતા ત્યાગ કરી દેવો તેમાં જ સુસંસ્કૃત માનવ જીવનનું ગૌરવ છે. ત્વચાને ચુસ્ત રાખવાથી, તેની ચમક જાળવી રાખવાથી, માથાના વાળના જથ્થા અને તેનો રંગ જાળવી રાખવાથી ન તો યુવાન બની જવાય છે ન તો સાચા અર્થના સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. એક વખત એક વસ્તુ માણી લીધા પછી તે વસ્તુઓને પ્રાપ્તિના પ્રયાસનો રોમાંચ ચાલ્યો જાય છે. વાસ્તવમાં પ્રાપ્તિના પ્રયાસનો આ રોમાંચ જ તેના ભોગવટાની અનુભૂતિથી વધુ દિલધડક હોય છે. પરંતુ નાદાન ઇન્સાન ત્વચાની ચુસ્તી અને ચમકમાં જ યૌવનને શોધે છે. આ શોધના પ્રતાપે આજે આપણી પાસે અનેક જોખમી ફૂડ સપ્લિમેન્ટનો ભંડાર છે. તેના વીશે આજે વિગતે માહિતી મેળવીશું. “બાળકોના ઝડપી વિકાસ માટે”*,, આવો શબ્દપ્રયોગ આપણે બહુ સાંભળી છીએ, પરંતુ બાળકોના ઝડપી વિકાસ માટે જે ઉપાયો થાય છે તે ઘણા ઘાતક હોય છે. ખેર, તેની ચર્ચા ફરી ક્યારેક પણ આ તકે એટલી સ્પષ્ટતા કરી દઉં કે બાળકોના ઝડપી વિકાસ માટેના ઉપાયો જીવનમાં બાળપણની અવધીને ઘટાડે છે. બાળકનું જે ભાવનાત્મક ઘડતર થવું જોઈએ તે થતું નથી અને પ્રાણીજ દૂધ તથા વિવિધ ફૂડ સપ્લીમેન્ટ તેનું કદ જંગલી રીતે વધારી દે છે. આમ ઝડપથી યુવાવસ્થા પામેલ બાળકનું યૌવન પણ વહેલું ઓસરવા લાગે છે. ભૂતની જેમ ભાગતા યૌવનને પકડી રાખવા આવા જ જંગલી ઉપાયો કરવામાં આવે છે.
જીવનની દોટમાં આજે સ્થિતિ એ થઈ છે કે બાળપણને ટૂંકાવવા, યૌવનને લંબાવવા અને વૃદ્ધત્વને ટાળવા આપણે પ્રયાસ કરીએ છીએ
- Advertisement -
તે માંહે આજે આપણે ટ્રીટમેન્ટનો પરિચય મેળવીએ. શું છે આ તત્વો, શરીરમાં તેની શું ભૂમિકા છે, કુદરતી રીતે તે કેવી રીતે પ્રાપ્ય છે અને તેની પ્રાપ્તિના ફૂડ સપ્લીમેન્ટ અને દવાઓ તથા ઇન્જેક્શન જેવા ઉપાયો કેવા પરિણામ લાવી શકે છે. “બાળકોના ઝડપી વિકાસ માટે” આવો શબ્દપ્રયોગ આપણે બહુ સાંભળી છીએ, પરંતુ બાળકોના ઝડપી વિકાસ માટે જે ઉપાયો થાય છે તે ઘણા ઘાતક હોય છે. ખેર, તેની ચર્ચા ફરી ક્યારેક પણ આ તકે એટલી સ્પષ્ટતા કરી દઉં કે બાળકોના ઝડપી વિકાસ માટેના ઉપાયો જીવનમાં બાળપણની અવધીને ઘટાડે છે. બાળકનું જે ભાવનાત્મક ઘડતર થવું જોઈએ તે થતું નથી અને પ્રાણીજ દૂધ તથા વિવિધ ફૂડ સપ્લીમેન્ટ તેનું કદ જંગલી રીતે વધારી દે છે. આમ ઝડપથી યુવાવસ્થા પામેલ બાળકનું યૌવન પણ વહેલું ઓસરવા લાગે છે. ભૂતની જેમ ભાગતા યૌવનને પકડી રાખવા આવા જ જંગલી ઉપાયો કરવામાં આવે છે.
ગ્લુટાથીઓન
ગ્ગ્લુટાથીઓન એ ગ્લાયસીન, ગ્લુટામિક એસિડ અને સિસ્ટીન નામના ત્રણ એમિનો એસિડથી બનેલું એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે શરીરની અંદરના કોષોમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. ઘણીવાર તેને “માસ્ટર એન્ટીઑકિસડન્ટ” તરીકે ઓળખાવવામાં આવે છે. ગ્લુટાથીઓનના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે અને તે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરવા અને રસાયણોના શરીરને ડિટોક્સિફાય કરવામાં ભૂમિકા ભજવવા સહિત શરીરમાં બીજી પણ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ગ્લુટાથીઓનના મુખ્ય ફાયદાઓ
તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે એટલે કે તે કોષીય સ્તરે ધોવાણને અટકાવે છે.
તે ડીએનએ રિપેરને સપોર્ટ કરે છે
તે ફેટી લીવરના રોગમાં સેલ ડેમેજ ઘટાડે છે
તે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.
તે પોષક તત્ત્વોના ચયાપચયને સુધારે છે.
તે ઊર્જા ઉત્પાદનમાં મદદ કરે છે.
તે વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પાડે છે.
તે દાહ ઘટાડે છે.
તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તે એથ્લેટિક પ્રદર્શન સુધારે છે.
ગ્લુટાથીઓન કયા ખોરાકમાંથી વધુ મળે છે?
ગ્લુટાથીઓન કાચા માંસ, પાશ્ચરાઇઝ્ડ દૂધ તેમજ ડેરી ઉત્પાદનો, તાજા ફળો અને શાકભાજી, ખાસ કરીને શતાવરીનો છોડ, એવોકાડો અને પાલકમાં જોવા મળે છે. ગ્લુટાથીઓનની શક્તિ ખોરાકને રાંધવાથી ઘટે છે, તેથી તેના સ્ત્રોત રૂપ આહાર રાંધ્યા વીના તાજો અને કાચો જ લેવો. સલ્ફરવાળા ખોરાક શરીરમાં ગ્લુટાથિઓનનું કુદરતી ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. જેમા બ્રોકોલી, ફૂલકોબી,બ્રસેલ સ્પ્રાઉટ્સ, લસણ, ડુંગળી, ઈંડા, નટ્સ, કઠોળ, માછલી, ચિકન વિગેરેનો સમાવેશ થાય છે.
કયો ખોરાક ગ્લુટાથીઓનનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે?
ખોરાક અને જડીબુટ્ટીઓ કે જે શરીરમાં કુદરતી રીતે ગ્લુટાથીઓનનું સ્તર વધારવામાં મદદ કરે છે તેમાં દૂધ થીસ્ટલ, ફ્લેક્સસીડ, સીવીડ અને છાશનો સમાવેશ થાય છે. કાચી હળદર અને કાચો ભીંડો, સેલેનિયમ વિટામિન સી અને વિટામિન ઇ ધરાવતા ખાદ્ય પદાર્થ પણ તમારા શરીરને કુદરતી રીતે ગ્લુટાથીઓન ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે.
જીવનની દોટમાં આજે સ્થિતિ એ થઈ છે કે બાળપણને ટૂંકાવવા, યૌવનને લંબાવવા અને વૃદ્ધત્વને ટાળવા આપણે પ્રયાસ કરીએ છીએ
સ્તરમાં કેવી રીતે ઘટાડો થાય છે ?
ગ્લુટાથીઓન એ વૃદ્ધત્વની પ્રક્રિયાને અસર કરતું સહુથી મહત્વનું પરિબળ છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાં ગ્લુટાથિઓનનું સ્તર કુદરતી રીતે ઘટવા લાગે છે.* આ ઘટાડાનું પ્રમાણ ઘટાડવા કુદરતી ઉપાયો જ કરવા જોઈએ. કારણ કે કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલા ગ્લુટાથીઓન સપલીમેન્ટના અનેક જોખમો અને આડઅસર છે. આવા જોખમો અને આડઅસરોના સંદર્ભમાં સમજવા જેવી સહુથી મહત્વની બાબત એ છે કે જે તત્વની શરીરને આટલા સૂક્ષ્મ ડોઝમાં જરૂર હોય છે તેને બહારથી સ્થૂળ ડોઝમાં આપવામાં આવે ત્યારે સહુ પ્રથમ શરીર તેનો પ્રતિકાર કરે જ છે. કરુણતા એ છે કે જે તત્વના ફાયદાઓ વીશે ફૂડ સપ્લિમેન્ટ બનાવતી કંપનીઓ આટલું બધું જાણે છે તે જ કંપનીઓ તેની આડઅસર બાબતે અલ્પ જાણકારી હોવાની છેતરામણી વાત કરે છે. વાસ્તવમાં તેની પ્રાપ્તિ માટે આ સપ્લીમેન્ટની સારવાર અને આદર્શ માનીએ તો પણ તે એક થી ત્રણ મહિના સુધી જ લેવાની હોય છે. પરંતુ લોકો જે યૌવન પ્રાપ્ત કરવાની લાલસામાં તે બહુ લાંબો ટાઈમ લેતા હોય છે, જેના કારણે શરીરમાં રાસાયણિક અવ્યવસ્થા સર્જાય છે અને જે ઉન્માદ પેદા થાય છે તેને જીરવવા મગજ સજ્જ હોતું નથી. આ પ્રકારના સપ્લીમેન્ટ લેવાથી ઘણી વખત લાંબા ગાળાના ઝાડા, સ્થૂળતા જેવી સમસ્યાઓ પેદા થાય છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તો તે ક્યારેય ન લેવું જોઈએ. તે ઉપરાંત આ પ્રકારના સપ્લીમેન્ટ રસ્તામાં અને શ્વસન સંબંધિત ગંભીર જોખમો પેદા કરી શકે છે.
આવા જ એક બીજા કૃત્રિમ ઈજ્ઞહહફલયક્ષ એટલે કે કોલેજન સપ્લીમેન્ટની આજકાલ ખૂબ જ બોલબાલા છે. આ પ્રકારની પ્રોડક્ટ બનાવતી કંપનીઓ એવો દાવો કરે છે કે કોલેજન ત્વચાને ચળકાટ આપે છે અને તેને ચુસ્ત રાખે છે. તેમની વાત પણ સાચી છે કે કોલેજન યૌવન બક્ષે છે , પરંતુ તે તેના કુદરતી સ્વરૂપ માત્ર માં! આ બાબતે વિશેષ જાણકારી મેળવવા સહુ પ્રથમ એ જોઈએ કે કોલેજન શું છે.
કોલેજન એ પ્રોટીન છે જે આપણું શરીર પોતે જ આપણાં કોઈ બાહ્ય પ્રયાસ વીના કુદરતી રીતે જ બનાવે છે. શરીરમાં તેનું પ્રમાણ તમામ પ્રોટીનના ત્રીજા ભાગ જેટલું હોય છે. તંદુરસ્ત સાંધાઓ માટે તે ખુબ જરૂરી છે. કરચલીઓ ન પડે તે માટે ત્વચાને તે સ્થિતિસ્થાપક બનાવી રાખે છે. આ કારણસર કોલેજન સપ્લીમેન્ટ અત્યારે ખુબ જ લોકપ્રિય છે. કોલેજન શબ્દ ગ્રીક ભાષાના “સ2હહફ” શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગુંદર. કોલેજનના મજબૂત તંતુઓ શરીરમાં સ્નાયુઓ, હાડકાં, રજ્જૂ, અસ્થિબંધન, અંગો અને ત્વચાને એકસાથે રાખવા માટે ગુંદર જેવુ કામ કરે છે.
કોલેજનના પ્રકાર
શરીરમાં આ મહત્વપૂર્ણ પ્રોટીનના 16 વિવિધ પ્રકારો છે. પરંતુ તેમા મુખ્ય પ્રકાર ઈં, ઈંઈં, અને ઈંઈંઈં છે. તે દરેકનું અલગ કામ છે. પ્રકાર ઈં ત્વચા, હાડકાં, રજ્જૂ અને અસ્થિબંધન બનાવે છે. પ્રકાર ઈંઈં કોમલાસ્થિ બનાવવામાં મદદ કરે છે, હાડકાં વચ્ચે અને કાન તેમજ નાકમાં લવચીક પેશી. પ્રકાર ઈંઈંઈં સ્નાયુઓ અને રક્તવાહિનીઓ બનાવવામાં મદદ કરે છે. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ તેમ કોલેજન ઘટતું જાય છે. જેમ જેમ તમે મોટા થાઓ છો તેમ તેમ તમારું શરીર ઓછું કોલેજન બનાવે છે. તમારી પાસે કેટલું છે તે તમે બરાબર માપી શકતા નથી, પરંતુ જ્યારે તે ઘટી જાય છે ત્યારે તમને સાંધાનો દુખાવો અથવા સખત રજ્જૂ અથવા અસ્થિબંધન જેવા લક્ષણો જણાઈ શકે છે. તમારા સ્નાયુઓ નબળા પડી શકે છે. તમારી ત્વચા પાતળી પડી જાય છે.
વધતી જતી ઉંમર સાથે મુખ્યત્વે ત્રણ બાબતો કોલેજનનું સ્તર ઘટાડે છે. જેમાં એક છે સૂર્યના સીધા પ્રકાશમાં ઘણો લાંબો સમય કાયમ વિતાવવો પડતો હોય, બીજું છે ધૂમ્રપાન અને ત્રીજું છે ખાંડ. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો વધુ પડતા સંપર્કમાં આવવાથી તેના તંતુઓ ગૂંચવાઈ જાય છે. આનાથી ત્વચા પર કરચલીઓ પડે છે. સિગારેટના ધુમાડામાં રહેલા અનેક રસાયણો તેને નુકસાન પહોંચાડે છે, જે ત્વચાને ફિકી અને કરચલીઓ વાળી બનાવી શકે છે. ખાંડના કારણે રેસા એકબીજાને એકબીજા સાથે જોડે છે અને ગૂંચવે છે. સમય જતાં ત્વચાને ઓછી સ્થિતિસ્થાપક બનાવે છે.
કોલેજન શું કરી શકતું નથી
એવો કોઈ પુરાવો નથી કે કોલેજન સપ્લીમેન્ટ ત્વચાની ખરજવું અથવા એટોપિક ત્વચાકોપ સ્થિતિની સારવાર કરે છે. કોલેજન શોટ્સ ખીલના ડાઘની સારવારમાં મદદ કરી શકતા હોવાનો પણ કોઈ પુરાવો નથી. એવા કોઈ પુરાવા નથી કે કોલેજન સપ્લિમેન્ટ્સ ખીલને રોકી શકે છે અથવા તેની સારવાર કરી શકે છે.
શું કોલેજન ક્રીમ કામ કરે છે?
કૃત્રિમ કોલેજન સાથેના સ્કિન ક્રિમ શરીરમાં આ પ્રોટીનને વધારવા માટેની અસરકારક રીત ન હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્વચાને વધુ પડતાં સૂર્ય પ્રકાશથીથી સુરક્ષિત રાખવી એ જ બહેતર છે,
કોલેજન સ્તરને વધારવા માટે આહાર
પૌષ્ટિક અને તાજો, કાચો ખોરાક ખાવાથી શરીરને વધુ કોલેજન બનાવવામાં મદદ મળી શકે છે. કોલેજના ઉત્પાદન માટે શરીર ગ્લાયસીન અને પ્રોલાઇન નામના એમિનો એસિડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા વધુ ચોક્કસ અને સતેજ કરવા ડેરી પ્રોડક્ટ્સ અને કઠોળ જેવા ઉચ્ચ પ્રોટીન ધરાવતો આહાર લેવો જોઈએ. તે ઉપરાંત વિટામિન સી, ઝીંક, અને કોપર જેવા અન્ય પોષક તત્વો પણ તેના ઉચા સ્તરમાં ભાગ ભજવે છે. આ માટે સાઇટ્રસ ફળો, ટામેટાં વિગેરે લઈ શકાય. કોલેજન એ પ્રોટીન છે જે મુખ્યત્વે ત્વચા, હાડકાં અને રજ્જૂ બનાવે છે. કોલેજન સપ્લીમેન્ટની આડ અસરોમા ત્વચા પર ફોલ્લીઓ અને કિડની, લીવર, પેટ અને હૃદયની સમસ્યાઓ નીચેનાનો સમાવેશ થાય છે. કોલેજન સપ્લીમેન્ટ ના વધુ પડતા સેવનથી જે વિપરીત અસરો થાય છે અને સ્વાસ્થ્ય પર કેવું જોખમ ઊભું થાય છે તે જુઓ.
આ અત્યંત જટિલ તત્વોની પૂર્તિ રોજબરોજના આહાર વ્યાયામ અને સાદા જીવનથી સંભવ હોવા છતાં આજે તેના સિન્થેટિક સપ્લીમેન્ટનો અબજો ડોલરનો ધંધો ફુલ્યો ફાલ્યો છે
આવા જ એક બીજા કૃત્રિમ ઈજ્ઞહહફલયક્ષ એટલે કે કોલેજન સપ્લીમેન્ટની આજકાલ ખૂબ જ બોલબાલા છે. આ પ્રકારની પ્રોડક્ટ બનાવતી કંપનીઓ એવો દાવો કરે છે કે કોલેજન ત્વચાને ચળકાટ આપે છે અને તેને ચુસ્ત રાખે છે. તેમની વાત પણ સાચી છે કે કોલેજન યૌવન બક્ષે છે , પરંતુ તે તેના કુદરતી સ્વરૂપ માત્ર માં! આ બાબતે વિશેષ જાણકારી મેળવવા સહુ પ્રથમ એ જોઈએ કે કોલેજન શું છે.
કોલેજન એ પ્રોટીન છે જે આપણું શરીર પોતે જ આપણાં કોઈ બાહ્ય પ્રયાસ વીના કુદરતી રીતે જ બનાવે છે. શરીરમાં તેનું પ્રમાણ તમામ પ્રોટીનના ત્રીજા ભાગ જેટલું હોય છે. તંદુરસ્ત સાંધાઓ માટે તે ખુબ જરૂરી છે. કરચલીઓ ન પડે તે માટે ત્વચાને તે સ્થિતિસ્થાપક બનાવી રાખે છે. આ કારણસર કોલેજન સપ્લીમેન્ટ અત્યારે ખુબ જ લોકપ્રિય છે. કોલેજન શબ્દ ગ્રીક ભાષાના “સ2હહફ” શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગુંદર. કોલેજનના મજબૂત તંતુઓ શરીરમાં સ્નાયુઓ, હાડકાં, રજ્જૂ, અસ્થિબંધન, અંગો અને ત્વચાને એકસાથે રાખવા માટે ગુંદર જેવુ કામ કરે છે.
કૃત્રિમ અને સિન્થેટિક સપ્લિમેન્ટ શરીર અને મન પર ટૂંકા અને લાંબા ગાળાની ગંભીર આડ અસરો ઊભી કરી જીવનને નર્ક બનાવી શકે છે
ત્વચા
ચામડી પર આ પ્રકારના સપ્લીમેન્ટથી ફોલ્લીઓ થઈ આવે છે, અચાનક ભયાનક ખીલ થાય છે. ત્વચાની અસામાન્ય બળતરાનો અનુભવ થાય છે.
લીવર
લિવર ફાઇબ્રોસિસ , યકૃતની પેશીઓમાં પ્રકાર ઈં કોલેજનના અતિશય સંચયથી આવું થાય છે. વધુ કોલેજનનું સેવન લીવરની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે કારણ કે અનિયંત્રિત લીવર ફાઈબ્રોસિસ ધીમે ધીમે લીવર કેન્સર તરફ દોરી જાય છે.
કિડની
કોલેજન કિડની સ્ટોનનું કારણ બની શકે છે. હાઈડ્રોક્સીપ્રોલિન એ મુખ્ય કોલેજન એમિનો એસિડ છે જે સામાન્ય રીતે કિડની દ્વારા ઓક્સાલેટ તરીકે નિકાલ કરવામાં આવે છે, તે કિડની સ્ટોન ઉદભવવાનું કારણ બની શકે છે.
પેટ
કોલેજન લેવાની આડઅસર તરીકે તમે પાચન સંબંધી સમસ્યાઓ પણ અનુભવી શકો છો. તેમાં ઝાડા, કબજિયાત અને હાર્ટબર્નનો સમાવેશ થાય છે, તે સાથે જ પેટ ફૂલી જાય છે, ભૂખ મરી જાય છે.
હૃદય
કોલેજન સપ્લીમેન્ટ હાયપરક્લેસીમિયાનું કારણ બની શકે છે. હાયપરક્લેસીમિયા એ સ્થિતિ છે જેમાં કેલ્શિયમનું વધુ પડતો ભરાવો થાય છે. કોલેજન સપ્લિમેન્ટ્સના કારણે આ રીતે કેલ્શિયમનો ભરાવો થવાથી ઘણીવાર હૃદયના ધબકારા અનિયમિત કરી નાખે છે, હૃદય માટે આ સ્થિતિ જોખમી નિવડી શકે છે.
મેલાટોનિન
સ્વસ્થ્ય માટે આજકાલ દેશવિદેશની બજારો અને ઓનલાઇન સ્ટોર્સમાં ચમત્કારી કહેવાતા ફૂડ સપ્લીમેન્ટ અને જાદુઈ દવાનો જે રાફડો ફાટ્યો છે તેમાં મેલાટોનીન પણ એક છે. વાસ્તવમાં તે એક એક હોર્મોન છે જે આપણા શરીરમાં કુદરતી રીતે જ બને છે અને તે આપણી નિન્દ્રાનું અને જેને બોડીકલોક કહેવામાં આવે છે તેનું નિયમન કરે છે. તે આપણને સુઈ જવાનો સંકેત આપે છે અને તે જ આપણી ઊંઘ ઉડાડે છે. તેનું મહત્તમ નિર્માણ રાત્રીના 2 થી 3 વચ્ચે થાય છે. શરીરમાં તેના પર્યાપ્ત ઉત્પાદન માટે અંધારું, પ્રકાશની ગેરહાજરી જરૂરી છે. આપણે સહુ જાણીએ છીએ કે સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત નિંદ્રા જરૂરી છે, આમ જ્યારે મેલાટોનીનની માત્ર ન જળવાય ત્યારે સ્વાભાવિક રીતે જ ધીમે ધીમે શરીરની તમામ સિસ્ટમ પર વત્તી ઓછી કે ગંભીર અસરો પણ પડે છે. આ હોર્મોન આપણા મગજમાં રહેલી પીનીયલ ગ્લેન્ડરમાં બને છે. તેના તંદુરસ્ત નિયમન માટે દૂધ પિસ્તા કેળા ચેરી અને ગોજાબેરી મદદરૂપ બને છે. રાત્રે મોડે સુધી જાગવાથી આ હોર્મોનનું આદર્શ પ્રમાણ ખોરવાય છે. રાત્રે કે સૂતી વખતે આ માટે મસાલેદાર ખોરાક અને પીઝા બર્ગર જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ તેમ આધુનિક વિજ્ઞાન પણ કહે છે.
અમેરિકાનું ઋઉઅ પણ મહિલા ટોનીન સપ્લેમેન્ટને મંજૂરી આપતું નથી તેમ છતાં બજારમાં અને ઓનલાઇન મેલાટોનિન કેપ્સ્યુલ ટેબ્લેટ અને પ્રવાહી ઊંઘની અસરકારક દવા તરીકે વેચાય છે. આવા સપ્લીમેન્ટના ઉપયોગથી માથાનો દુખાવો,ચક્કર, ઉબકા, દિવસની સુસ્તી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મેલાટોનિનની અન્ય ગંભીર આડઅસરોમાં બિહામણા અને ખરાબ સપના, ડિપ્રેશન, ચીડિયાપણું, પેટની ચુંક, ઝાડા, કબજિયાત, ભોજન પ્રત્યે રુચિનો અભાવ, રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો, ચક્કર, હૃદયના હુમલાનું જોખમ, મૂંઝવણ અને દિશાહિનતા, મૂડ સ્વિંગ, સતર્કતાનો અભાવ, સુસ્તી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
ટેસ્ટોસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન એક એવા હોર્મોનનું નામ છે જે મનુષ્ય તેમજ અન્ય પશુઓમાં સક્રિય હોય છે. પુરુષોમાં તે વૃષણમાં અને સ્ત્રીઓમાં તે અંડકોષમાં બને છે. પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં તે ઘણી ઓછી માત્રામાં હોય છે.ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન તરુણાવસ્થા દરમિયાન નોંધપાત્ર રીતે વધવાનું શરૂ થાય છે અને 30 કે તેથી વધુ ઉંમર પછી તે ઘટતું જાય છે. આ હોર્મોન ખાસ કરીને સેક્સ ડ્રાઇવ સાથે સંકળાયેલું હોય છે અને શુક્રાણુના ઉત્પાદનમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે અસ્થી અને સ્નાયુ સમૂહને પણ અસર કરે છે, જે રીતે પુરુષોના શરીરમાં ચરબીનો સંચય થાય છે અને લાલ રક્તકણોના ઉત્પાદન થાય છે તેની પાછળ આ હોર્મોનની ચાવીરૂપ ભૂમિકા છે. માણસમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર તેના મૂડને પણ અસર કરી શકે છે. ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર, જેને લો ઝ લેવલ પણ કહેવાય છે તે પુરુષોમાં સેક્સ ડ્રાઇવમાં ઘટાડો, ઊર્જાનો અભાવ, વજનમાં વૃદ્ધી, હતાશાની લાગણીઓ, મૂડમાં સત્તત બદલાવ, નીચું આત્મગૌરવ, શરીર પર ઓછા વાળ અને પાતળા હાડકાં જેવા લક્ષણો પેદા કરી શકે છે. ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન કુદરતી રીતે માણસની ઉંમર સાથે ઘટતું જાય છે તે જ રીતે અન્ય પરિબળોના કારણે પણ આ હોર્મોનનું સ્તર ઘટી શકે છે. જેમ કે વૃષણની ઈજા કે કેન્સરની કીમોથેરાપી જેવી સારવાર અથવા તો રેડિયેશનના કારણે પણ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન પર નકારાત્મક અસર પહોંચી શકે છે. આ ઉપરાંત લાંબા ગાળાની માંદગી, મદ્યપાન અને તણાવ પણ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને ઘટાડી શકે છે. શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રામાં ઘટાડો એ સ્ત્રી અને પુરુષો એમ બન્ને માટે અલગ અલગ પરિસ્થિતિઓને જન્મ આપે છે. શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના લેવલને જાળવવા માટે ઘણા કુદરતી ઉપાય છે, જેમાં નિયમિત કસરત, વ્યસનમુક્ત જીવન, સાદો પૌષ્ટિક આહાર મુખ્ય છે.
શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના લેવલને જાળવવા માટે ઘણા કુદરતી ઉપાય છે, જેમાં કસરત, વ્યસનમુક્ત જીવન, સાદો પૌષ્ટિક આહાર મુખ્ય છે
ટેસ્ટોસ્ટેરોનના કેપ્સુલ જેલ ઇન્જેક્શન અને ઓઇલ સપ્લીમેન્ટ જેવી સારવાર અનેક પ્રકારની આડઅસર અને શરીર પર હંગામી કે સ્થાયી દુષ્પ્રભાવ ઊભો કરી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર (બીપી) વધી શકે છે જે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, સ્ટ્રોક અને કાર્ડિયોવાસ્ક્યુલર મૃત્યુ સહિત મુખ્ય પ્રતિકૂળ કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓ (ખઅઈઊ) નું જોખમ વધારી શકે છે. તેની જરૂરી અસરો સાથે, ટેસ્ટોસ્ટેરોન કેટલીક અનિચ્છનીય અસરોનું કારણ બની શકે છે. આ પ્રકારની સારવારના કારણે પેઢા કે નાકમાંથી લોહી નીકળવું
ચહેરો, હાથ, હાથ, પગના નીચેના ભાગે દુખાવો અથવા પગનું ફૂલવું અથવા સોજો આવી શકે છે. આ ઉપરાંત તે દૃષ્ટિમાં ઝાંખપ, અસ્થિ અને સ્નાયુનો દુખાવો, નિરાશા,ચક્કર, પ્રોસ્ટેટ વૃદ્ધિ, આંખનો દુખાવો, ઉદાસી અને શૂન્ય મનસ્કતા, માથાનો દુખાવો, ચીડિયાપણું, ભૂખનો અભાવ, જીવનમાં રસ અથવા આનંદ ગુમાવવો, નર્વસનેસ, પીડાદાયક અથવા મુશ્કેલ પેશાબ, કાનમાં ધબકારા, પેટમાં દુખાવો, હાથ પગમાં કળતર, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઊંઘમાં ગરબડ, અસામાન્ય થાક અથવા નબળાઇ, અસામાન્ય વજનમાં વધારો અથવા ઘટાડો, વર્તનમાં ફેરફાર, પોતાને મારવાના વિચારો, છાતીમાં દુખાવો અથવા અગવડતા, મૂંઝારો, શ્વાસ લેવામાં તકલીફ, બોલવામાં મુશ્કેલી, ડબલ દ્રષ્ટિ, હાથ, પગ અથવા ચહેરાના સ્નાયુઓના હલનચલનમાં અસમર્થતા, બોલવામાં મુશ્કેલી, ઉબકા, છાતી, જંઘામૂળ અથવા પગમાં દુખાવો, સ્કાફ મસલાનો દુખાવો, હાથ, જડબા, પીઠ અથવા ગરદનમાં દુખાવો અથવા અગવડતા, તીવ્ર, અચાનક માથાનો દુખાવો, ધીમી અથવા અસ્પષ્ટ વાણી, સંકલનનો અભાવ, હાથ અથવા પગમાં અચાનક, ગંભીર નબળાઇ અથવા નિષ્ક્રિયતા, પરસેવો, દ્રષ્ટિ ફેરફારો અને ઉલટી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
આર્જિનિન
આર્જિનિન એ એમિનો એસિડનો એક પ્રકાર છે જે આપણા શરીરમાં રક્ત પ્રવાહને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમિનો એસિડ એ પ્રોટીનના બિલ્ડીંગ બ્લોક્સ છે. પ્રોટીન્સનું એમિનો એસિડમાં પાચન થાય છે અને પછી તે શરીરમાં શોષાય છે. શરીરને જરૂરી પ્રોટીન બનાવવા માટે શરીર પોતાની રીતે એમિનો એસિડ બનાવી શકે છે, પરંતુ અન્ય, જે આવશ્યક એમિનો એસિડ ગણાય છે, તે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી મળે છે. પોષણના હેતુઓ માટે, એમિનો એસિડને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે:
Nonessential : શરીર પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી માત્રામાં આનું ઉત્પાદન કરી શકે છે.
Essential: શરીર પોતે આ ઉત્પન્ન કરી શકતું નથી, તેથી તે ખોરાકમાંથી મેળવવાની જરૂર રહે છે.
Semi essential: આ એમિનો એસિડ સામાન્ય સંજોગોમાં આવશ્યક નથી, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં હોઈ શકે છે.
આર્જિનિન એ અર્ધ-આવશ્યક એમિનો એસિડ છે કારણ કે તે સામાન્ય રીતે બાળકોના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે તે અનિવાર્ય નથી.
શરીર ખાદ્ય સ્ત્રોતોમાંથી તે મેળવવા ઉપરાંત આર્જિનિન હ બનાવી પણ શકે છે, તેથી ખામીઓ ભાગ્યે જ જોવા મળે છે. જો કે, જો શરીરનું ઉત્પાદન તેની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી, તો તણાવ અને ઝડપી વૃદ્ધિ દરમિયાન વ્યક્તિમાં આર્જિનિનની ઉણપ થઈ શકે છે. આર્જીનીન નાઈટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે ધમનીઓ અને રુધિરવાહિનીઓને વિસ્તૃત અને આરામ આપે છે, રક્ત પ્રવાહમાં સુધારો કરે છે
ઇજાઓ મટાડવામાં મદદ કરે છે. કિડનીને કચરો દૂર કરવામાં મદદ કરે છે રોગપ્રતિકારક તંત્રના કાર્યને ઉત્તેજન આપે છે લોકો હૃદયરોગ, કંઠમાળ અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન, તેમજ બોડીબિલ્ડિંગ, ઘાને સાજા કરવા અને પેશીના સમારકામ માટે આહાર પૂરક તરીકે આર્જિનિન લે છે.
એવા કેટલાક પુરાવા છે કે આર્જિનિનનું સેવન વધારવાથી આ બધી પરિસ્થિતિઓની સારવાર માટે મદદરૂપ થઈ શકે છે. જો કે, તેને સપ્લીમેન્ટ તરીકે લેવાથી આડઅસર થઈ શકે છે જેમ કે પેટમાં દુખાવો અને ઝાડા.
જે લોકો અન્ય દવાઓ લે છે અથવા અમુક સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા હોય તેમના માટે મોટી માત્રામાં જોખમ પણ હોઈ શકે છે. જોકે આપણાં માટે સારી વાત એ છે કે ઉચ્ચ પ્રોટીન ખોરાકમાંથી આર્જિનિન મેળવવું સલામત અને આરોગ્યપ્રદ છે. આર્જિનિન અન્ય એમિનો એસિડમાંથી બને છે, તેથી સામાન્ય રીતે ઉચ્ચ પ્રોટીન ખોરાક આર્જિનિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
આવા કેટલાક ખાદ્યપદાર્થોની યાદી જોઈએ તો તેમાં કેટલીક માંસાહારી ચીજોનો સમાવેશ થાય છે પણ આર્જિનિન મેળવવા માટે શાકાહારમાં તેથી વધુ સ્ત્રોત છે.
કોળાના બી
એક કપ કોળાના બીમાં લગભગ 7 ગ્રામ હોય છે. કોળાના બીજ આયર્ન અને ઝિંકના ખનિજોનો પણ મોટો સ્ત્રોત છે. તેમને ક્રન્ચી સલાડ ટોપિંગ તરીકે અથવા ટ્રેઇલ મિક્સના ભાગ રૂપે ઉમેરવાનુ શરૂ કરો.
સોયાબીન
એક કપ શેકેલા સોયાબીનમાં 4.6 ગ્રામ આર્જિનિન હોય છે. સોયાબીન પોટેશિયમ અને મેગ્નેશિયમના ખનિજોનો પણ મોટો સ્ત્રોત છે. તેને નાસ્તાના તંદુરસ્ત વિકલ્પ તરીકે અજમાવો.
મગફળી
એક કપ મગફળીમાં 4.6 ગ્રામ આર્જિનિન હોય છે. તેના પ્રોટીન વૈભવ ઉપરાંત, મગફળી એ વિટામિન ઇ-3 અને ઊ, ફોલેટ અને નિયાસિનનો સારો સ્ત્રોત છે.
સ્પિરુલિના
સ્પિરુલિના એ વાદળી-લીલા શેવાળનો એક પ્રકાર છે જે સમુદ્રમાં ઉગે છે. તે ઘણીવાર પાવડર તરીકે ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ સ્મૂધીમાં વધારાના પોષક તત્વો ઉમેરવા માટે થાય છે. એક કપ સ્પિર્યુલિનામાં 4.6 ગ્રામ આર્જિનિન સાથે કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને નિયાસિન વધુ માત્રામાં હોય છે.
ડેરી
પ્રોટીનના સ્ત્રોત હોવાથી, તમે દૂધ, ચીઝ અને દહીં જેવા ડેરી ઉત્પાદનોમાંથી પણ આર્જિનિન મેળવી શકો છો. એક કપ દૂધમાં લગભગ 0.2 ગ્રામ અને 4 ઔંસ ચેડર ચીઝમાં લગભગ 0.25 ગ્રામ હોય છે.
ચણા
ચણા, અથવા ગરબાન્ઝો કઠોળ, પ્રોટીન અને ફાઇબર મેળવવાની એક સરસ રીત છે, ખાસ કરીને જો તમે માંસ ખાતા નથી. એક કપ રાંધેલા ચણામાં 1.3 ગ્રામ આર્જિનિન, 14.5 ગ્રામ પ્રોટીન અને 12.5 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે.
દાળ
મસૂરની દાળ એ ફાઇબર અને પ્રોટીનનો બીજો તંદુરસ્ત સ્ત્રોત છે. તે આશ્ચર્યજનક નથી કે તમને તેમાં પણ આર્જિનિન મળશે: કપ દીઠ લગભગ 1.3 ગ્રામ. એક કપ દાળમાં પણ તમારી દૈનિક આહારની જરૂરિયાતના 63 ટકા ફાઇબર હોય છે. આ સ્વાદિષ્ટ દાળની વાનગીઓ ટ્રાય કરવા જેવી છે. આર્જીનીન વાળા ખોરાકનું સેવન પુરુષોમાં જાતીય ઉત્તેજના પેદા કરવામાં મોટી મદદ કરી શકે છે.
તેના કૃત્રિમ સપ્લિમેંત શરીર પર અનેક પ્રકારની ટૂંકા અને લાંબા ગાળાની વિપરીત અસરો પહોચાડી શકે છે. આર્જિનિન પ્રોટીન સાથે સંકળાયેલી બાબત હોવાથી તેના અપાચય ફૂડ સપ્લીમેન્ટ અયોગ્ય પ્રકારના પ્રોટીન દ્વારા ઊભી થતી અનેક વિડંબણા પેદા કરી શકે છે. જેમાં હ્રુદયની કામગીરી અને જાતીય ઉત્તેજના તથા બાળકોમાં અનિયંત્રિત અસમતોલ વિકાસ ઘણા ગંભીર ઉદાહરણ છે