કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે
કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે મલય ઘટક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ માનવામાં આે છે અને ટીએમસીની કદ્દાવર નેતા છે.
- Advertisement -
West Bengal | CBI raids underway at 6 premises of TMC leader and West Bengal minister Moloy Ghatak – five in Kolkata and one in Asansol – in connection with coal scam.
Visuals from one of his premises in Kolkata. pic.twitter.com/pSwl2CDZky
— ANI (@ANI) September 7, 2022
- Advertisement -
બુધવાર સવારે સીબીઆઈના અધિકારીઓએ પોતાની સુરક્ષા ટુકડી સાથે ઘટકના ઘરે પહોંચ્યા અને રેડની કાર્યવાહી શરુ કરી દીધી હતી. આ દરમિયાન તેમની સાથે સાથે સીઆરપીએફના જવાનો પણ સાથે રહ્યા હતા.
કોલસા કૌભાંડના દરોડા સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં પાંચ જગ્યા પર પાડ્યા હતા. તેમાં ચાર કલકત્તામાં અને એક આસનસોલમાં છે. આ રેડ દરમિયાન ટીએમસી નેતા મલય ઘટકના ઘર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે.