સૂર્યવંશી રાજા રામની અયોધ્યામાં આપ સૌનું સ્વાગત છે
આ નગરના કણ કણને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય આધ્યાત્માના રંગે રંગી લોકોને પ્રાચીન ભારતમાં લઈ જવામાં આવશે, સરયુ નદીમાં સહેલાણીઓ માટે સૂર્ય ઉર્જા આધારિત આધુનિકતમ ગૃહનું આયોજન, અયોધ્યા ને સંપૂર્ણપણે સોલર સીટી બનાવવામાં આવશે અને નગરના દરેક ઘરોમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી વીજળી પૂરી પાડવામાં આવશે, અયોધ્યાના નગરજનો અને પ્રવાસીઓની સલામતી માટે સ્પર્શી આયોજન કરી ક્યાંય કોઈ પણ પ્રકારની ચુક ન રહી જાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ
- Advertisement -
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂરા ભારતમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો છે. આ કોઈ સામાન્ય એવો ક્ષણિક આવેશ ઉન્માદ નથી બલ્કે એક દિવ્ય લહેર છે જે કદાચ પ્રભુના સંકલ્પથી જ દિવ્ય આયોજન સાથે આ દેશના અણુએ અણુમાં ફેલાઇ ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર, રાજ્યની યોગી સરકાર, સ્થાનિક પ્રશાસન, પંચાયતી સંસ્થાઓ અને સ્થાનિક વ્યાપાર ગૃહો ઉપરાંત રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી કંપનીઓ નૂતન અયોધ્યાને સજાવવા ધજાવવા, પ્રવાસીઓ માટે અહી ઉત્કૃષ્ઠ સેવાઓ ઊભી કરવા તેમજ સંપૂર્ણ વિશ્વને ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ અધ્યાત્મની ઝાંખી કરાવવા રાત દિવસ કામ કરી રહ્યા છે.
સામાન્યથી લઈને વૈભવી સ્ટાર હોટેલોએ અહી પોતાના સંકુલો ઊભા કરવા ચક્રો ગતિમાન કરી દીધા છે. રેડિસને તો પોતાની પાર્ક એન્ડ હોટેલ અહી શરૂ પણ કરી દીધી છે. સામાન્ય લોકો માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અને પથીકશ્રમના અનેક પ્રોજેક્ટ ગિયરમાં પડી ચૂક્યા છે. જોકે આ બધી તો બેઝિક વાત થઈ, સરકારનું લક્ષ્ય અયોધ્યાને ગ્લોબલ સ્પિરિચ્યુલ કેપિટલ બનાવવાનું છે. અયોધ્યાના માધ્યમથી સરકાર આપણી પરંપરા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મૂકવા કૃત નિશ્ચયી છે. અયોધ્યામાં પ્રવેશ કરવાની સાથે જ લોકો ભારતીયતા રસમાં તરબોળ થવા લાગે તે રીતે શહેરના છ મુખ્ય પ્રવેશ દ્વારનું ભવ્ય મંદિરની શૈલીના સ્થાપત્ય રૂપે નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આવા દરેક પ્રવેશદ્વારનું રામાયણના મુખ્ય પાત્રોના નામ પરથી નામકરણ કરવામાં આવશે, જેમ કે શ્રીરામ દ્વાર, લક્ષ્મણ દ્વાર, હનુમાન દ્વાર, જટાયુ દ્વાર, ગરુડ દ્વાર વિગેરે. આ પ્રવેશ દ્વાર આસપાસ વર્લ્ડ ક્લાસ હોટેલ, પાર્કિંગ લોટ પ્રાપ્ય બનાવવામાં આવશે. આ સાથે જ અયોધ્યા શહેરમાં 50 એકરના જબરદસ્ત વિસ્તારમાં એક ટેમ્પલ મ્યુઝિયમનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ મ્યુઝિયમમાં આધુનિક ઉપકરણો દ્વારા દેશના પ્રમુખ મંદિરોના ઈતિહાસ અને તેના આસપાસની સર્વગ્રાહી માહિતી અત્યંત રસપ્રદ શૈલીમાં પૂરી પાડવામાં આવશે. લોકોને અહી એ વાત કહેવામાં આવશે કે જે તે મંદિરનું નિર્માણ ક્યારે થયું, તેની ચોક્કસ પ્રકારની સ્થાપત્ય શૈલી પાછળના કારણો શું હતા. આ દેવસ્થાનની ફિલોસોફી શું છે!
અયોધ્યામાં આવનાર દરેક વ્યક્તિના એજ ગ્રૂપનો ખ્યાલ રાખી અહી તેમની માનસિકતા અને બૌદ્ધિક સ્તરને અનુરૂપ આયોજનો થયા છે. અહી ભારતીય શૈલીના એક ડિઝનીલેન્ડનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તેને રામલેન્ડ નામ આપવામાં આવ્યું છે. રામાયણમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તેની હૂબહૂ પ્રતિકૃતિ અહી તૈયાર થઈ રહી છે. આ મ્યુઝિયમ દ્વારા રામાયણનો સંદેશ અસરકારક રીતે સ્પષ્ટ કરવામાં આવશે. અહી રાઇડ અને મનરંજન ના બીજા વિકલ્પો પણ હશે. અહી ભગવાન શ્રીરામચંદ્રજીના જીવનસાથી જોડાયેલી અનેક કહાનીઓ આધુનિક ઉપકરણો દ્વારા મનોરંજક રીતે દુનિયાના વિવિધ લોકો સમક્ષ વિવિધ ભાષામાં મૂકવામાં આવશે. અહીં ભગવાન રામનું એક અતિ વિરાટ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવનાર છે જે પુરા જગતનો સૌથી ઊંચું સ્ટેચ્યુ બની રહેશે હાલમાં ગુજરાતમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની ઊંચાઈ 790 ફૂટ છે પરંતુ અયોધ્યામાં મૂકવામાં આવનાર ભગવાન રામના સ્ટેચ્યુની ઊંચાઈ 830 ફૂટ હશે! અયોધ્યામાં વહેતી સરયૂ નદી પર પણ અનેક પ્રોજેક્ટ આકાર લેશે તેમાં હાલમાં ₹300 કરોડના ખર્ચે સરયું રિવરફ્રન્ટનું નિર્માણ તો શરૂ પણ થઈ ચૂક્યું છે. સરયૂમાં સહેલાણીઓ માટે બે સોલાર પાવર ક્રૂઝ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનું નામ રામાયણ વેસલ્સ રાખવામાં આવશે. ઉત્તર ઘાટથી શરૂ થતી આ રામાયણ ક્રુઝ સેવા રાજ ઘાટ, લક્ષમણ ઘાટ લક્ષ્મી ઘાટ આવરી લઈ નયા ઘાટ પર પૂરી થશે. આ પ્રવાસ દરમિયાન સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજનની સાથે લોકોને અયોધ્યાના ઇતિહાસથી વાકેફ કરવામાં આવશે. અને અહીં યોગદિત્ય લોકસંગીતની પણ મહેફિલ જામશે. ભવિષ્યમાં અહીં હાઉસબોટ પણ મુકવામાં આવશે. આ ઉપરાંત અહીં દિવાળી પર સહેલાણીઓ માટે વિશ્વ આખામાં નમૂના રૂપ ગ્રાન્ડ ફેસ્ટિવલ સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવશે તમને ખ્યાલ જ હશે કે 2023ની દિવાળી પર 25000 સ્વયંસેવકોએ ભેગા મળી સરયૂના 51 ઘાટ ઉપર 22 લાખ દીવા પ્રજ્વલિત કર્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો તે ઉપરાંત દિવાળી ઉપર જે લેસર શોનું આયોજન થયું હતું તેનાથી પણ વધુ આકર્ષક અને મનોરમ્ય રોશનીઓ જગમગટ અને ચકાચક ઉજવણી માટે ભવ્ય પ્રબંધ થઈ રહ્યા છે.
સામાન્ય લોકો માટે સસ્તા ગેસ્ટ હાઉસ, સૌને પરવડે તેવી ધર્મશાળાઓ ઉપરાંત સિંગલ સ્ટારથી લઈને સેવન સ્ટાર સુધીની હોટલોનું નિર્માણ અવિરત રીતે ચાલુ છે
અયોધ્યામાં આવી મોટા મોટા નજરણા ઉપરાંત સામાન્ય લોકોની નાની નાની જરૂરિયાતો પર પણ ધ્યાન આપવામાં આવશે. બિલકુલ સામાન્ય લોકોને અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે દરેકે દરેક બાબતનો સ્પર્શી અભ્યાસ થઈ રહ્યો છે. અયોધ્યામાં તમામ નવા જાહેર બાંધકામ મંદિરની શૈલીના બનાવવામાં આવ્યા છે. દુકાનોના શટર ઉપર સ્વસ્તિક અને ત્રિપુંડ પેન્ટ કરવામાં આવ્યા છે. અનેક મુખ્ય ઇમારતોની દીવાલ ઉપર રામાયણ આધારિત પેઇન્ટિંગ્સ તૈયાર થઈ રહ્યા છે. દરેક ચાર રસ્તે રામાયણ ની વાર્તા આધારિત શિલ્પ અને મૂર્તિઓ ફુવારાઓ સાથે મૂકવામાં આવ્યા છે. ભારતની ખાસ કરીને રામાયણના સમયની પ્રાચીન સંસ્કૃતિને પુન: જીવંત કરવાની સાથે અહીં આધુનિક યુગની તમામ સુવિધાઓ વિવેક પૂર્ણ રીતે ઉપલબ્ધ કરાવી સાત્વિક સુખી સંપન્ન પ્રસન્ન અને સંતૃપ્ત જીવનનો લોકોને અહેસાસ કરાવવામાં આવશે. આ સાથે જ અયોધ્યા યુપી નું પ્રથમ સોલર શહેર બનવા જઈ રહ્યું છે. તેની પાછળ પણ એક ઊંડું કારણ છે ભગવાન શ્રી રામના કુળને સૂર્યવંશી ગણવામાં આવે છે. આ રીતે અયોધ્યા હવે સૂર્યવંશની રાજધાની બની છે. આ વાતને ઉજાગર કરવા હવે પૂરી અયોધ્યાને સંપૂર્ણપણે સૂર્ય ઉર્જાથી પાવર કરવામાં આવશે. આ માટે હેરિટેજ સાઈટ, નગરની 80થી વધારે સરકારી ઈમારત ઉપરાંત મહત્વના સ્થળોએ સોલર પેનલ ગોઠવવામાં આવી રહી છે. સરીયુમાં ચાલતી બોટ, અનેક કિયોસ અને ન કરતા 10,000 ઘરોમાં સૂર્ય શક્તિ આધારિત વીજળી સપ્લાય કરવામાં આવશે. નગરમાં મહત્વના સ્થળે સોલર વૃક્ષો તૈયાર કરી તેની પર સરદાર પેનલ મુકવામાં આવશે. તેની નીચે લોકો પોતાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ચાર્જ કરી શકશે.
આ સાથે જ અયોધ્યાને રાજ્યના સલામત શહેર તરીકે ઉપસાવવા વિશેષ આયોજન થઈ રહ્યું છે યોગી સરકાર અને કોઈપણ જાતનો ઉપદ્રવ પેદા થવા દેવા માગતી નથી. બહારથી આવેલા પ્રવાસીઓ સંપૂર્ણપણે નિશ્ચિત રહી ભગવાન શ્રી રામના ધામને માણી શકે તેની અનુભૂતિ કરી શકે તે માટે એક આદર્શ સલાહ મા તેનો વાતાવરણ અને વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હજારો સીસીટીવી કેમેરા સેકડો કંટ્રોલરૂમ અને સ્ત્રીઓની ખાસ સલામતી માટે પિંક પોલીસ તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. જાહેર વાહનોમાં પેનિક બટન જેવી સુવિધા પણ હશે. તે ઉપરાંત નગરને સ્વરછ બનાવી રાખવા અત્યાધુનિક વેસ્ટ મેનેજમેન્ટ, ફ્રી વાઇફાઇ અને ડિજિટલ પેમેન્ટ જેવા અને ક્ષેત્રમાં આધુનિક સિસ્ટમ અપનાવી લોકોનું જીવન અને અહીં તેમનું રોકાણ અત્યંત બનાવવા એડી ચોટીલા પ્રબંધ થઈ રહ્યા છે. આ બધું થતા અયોધ્યા એક વૈશ્વિક આકર્ષણ બની રહેશે, અહી ડ્રાઇવરો, ટુરીસ્ટ ગાઈડ પ્રોફેશનલ મેનેજર હોસ્પિટલ કર્મચારી, નીચેના વર્ગના સ્ટાફ માટે અનેક લોકોની જરૂર પડશે અને તે રીતે એકીસાથે લાખો લોકોને આકર્ષક રોજગાર પણ પ્રાપ્ત થશે. આ બધાના કારણે અહીં જમીન મકાનના ભાવમાં ઉછાળો આવ્યો છે. અહીંના સ્થાનિક લોકો માટે એક એવા નયા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે જે ભારત અને સમગ્ર વિશ્વને નવો આધ્યાત્મિક માર્ગ ચીંધવા સાથે આત્માગૌરવ પેદા કરી આવશે. વિશ્વના લોકો જ્યારે અહી આવીને ભારતને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પરંપરા અને મહારાષ્ટ્રના સર્વોચ્ચ આધ્યાત્મિક ચિંતનને જણ છે ત્યારે તેમના હૃદયમાં ભારત માટે એક આદર નો ભાવ સ્વાભાવિક રીતે પેદા થશે આમ અયોધ્યા થકી ભારત વિશ્વના હૃદયમાં સ્થાન પામશે. નૂતન અયોધ્યા હવે સંપૂર્ણ વિશ્વમાં ભારતનો પ્રતિનિધિ બનવા જઈ રહ્યું છે.
- Advertisement -