જિલ્લામાં 40,894 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જિલ્લામાં 37 પરીક્ષા કેન્દ્રો, 150 પરીક્ષા સ્થળો અને કુલ 1,140 બ્લોકમાં 40,894 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજથી શરૂ થયેલ ધો.10 અને 12ની પરીક્ષા પ્રારંભ પૂર્વે સ્કુલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને પુષ્પગુચ્છ તેમજ કુંમ કુંમ તિલક કરીને મીઠા મોઢા કરાવ્યા હતા. જયારે જિલ્લામાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ પરીક્ષામાં ચોરીના બનાવો અટકે તે માટે સીસીટીવી કેમેરા તેમજ સ્કવોર્ડ દ્વારા સતત નિરીક્ષણ રાખી સતત વોચ રાખવામાં આવશે. તેની સાથે વિદ્યાર્થીઓ સ્માર્ટ મોબાઇલ ફોન તેમજ ઇલેકટ્રીક સાધનો લઇ જવા પર પ્રતિબંધ છે તે બાબતનું પણ ખાસ ઘ્યાન રાખવામાં આવશે.