21મીએ રાત્રે ડાયમંડ પાર્ટી પ્લોટમાં સુરના સંગાથે અને ઢોલીડાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે
ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવનાર બહેનોને એન્ટ્રી ફ્રી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એક તરફ નવ દિવસની નવરાત્રીની ઉજવણીની તૈયારી થઇ રહી છે તો બીજી તરફ વેલકમ નવરાત્રીનાં આયોજન પણ થઇ રહ્યા છે. આ વખતે વેલકમ નવરાત્રીમાં સૌથી શ્રેષ્ઠ આયોજન ખેલૈયા રાસોત્સવ બની રહેશે તેવું લાગી રહ્યું છે. ખેલૈયા રાસોત્સવના આયોજક અમિતભાઈના જણાવ્યા અનુસાર, આ વખતે તા. 21 મી સપ્ટેમ્બરની રઢિયાળી રાત્રે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે સાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલાં ડાયમંડ પાર્ટી લોનસ ખાતે વેલકમ નવરાત્રી ’ખેલેયા રાસોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે સંપૂર્ણપણે પરંપરાગત એટલે કે ચણીયા ચોળી પહેરીને જે બહેનો રાસે રમવા આવે તેને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.
આ ખેલૈયા રાસોત્સવમાં દાંડિયા કિંગ રાહુલ મહેતા અને દાંડિયા ક્વીન ચાર્મી રાઠોડ જમાવટ કરશે તો એન્કર તરીકે તેજસ શીશાંગીયા માહોલ બનાવશે. આ ખેલૈયા રાસોત્સવના આયોજનમાં અમિતભાઈ, રવિભાઈ, સંદીપભાઈ, મોનીલભાઈ, વિશાલભાઈ અને નીલેશભાઈ તથા ખેલૈયા ગ્રુપ જોડાયેલું છે. વેન્યુ પાર્ટનર તરીકે નીલેશભાઈ મકવાણા અને અશ્વિનભાઈ મકવાણા છે. વધુ માહિતી અને પાસ માટે અમિતભાઈના મોબાઈલ નંબર 97239 99995 પર સંપર્ક કરી શકાશે.