(14 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર)
મેષ (અ, લ, ઇ)
ટેન્શન વધશે, કામનો બોજો વધશે, જવાબદારી આવશે, બહારગામ જવાનું થાય, શાંતિ અને સમજણથી કામ લેવું, જવાબદારીઓ પૂર્ણ રૂપે નિભાવશો. માન-સન્માન મળશે, કાર્યમાં સફળતા મળશે, ભગવાનના આશિર્વાદ પ્રાપ્ત થશે, શેર માર્કેટ, મિલકત, જમીનમાં નાણાંકિય લાભ મળશે, નવી નોકરીની તક મળશે. કોર્ટ-કચેરીના કામમાં સફળતા, સારા સમાચાર મળશે.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
કોર્ટ-કચેરી બાબતે સારા-નરસા સમાચાર મળી શકે છે, કોઇપણ કાર્યને લઇને મુંઝવણમાં મુકાશો, પરિસ્થિતિનો સામનો સ્થિરતાથી કરો, સૂર્યનારાયણને જળ ચઢાવવું. પીળી વસ્તુનું દાન કરવું, લાંબાગાળાના રોકાણમાં સફળતા મળશે, સમજી-વિચારીને ખર્ચા કરવા, કોઇપણ કાર્ય કરતા પહેલા ગુરૂ અથવા વડીલની સલાહ લેવી.
મિથુન (ક, છ, ઘ)
નજર લાગી શકે છે, કુટેવા ન કરવી, ખરાબ સંગતથી દુર રહેવું, પ્રેમ સંબંધ બાબતે સાવધાન રહેવું, મુંઝવણમાં મુકાઇ શકો છો, જે પરિસ્થિતિ છે તેમાં ખુશ રહેતા શીખો, આસપાસ ઘટતી ઘટનાઓ પર ધ્યાન રાખો, અતિ આત્મવિશ્વાસ ના કરવો, કોઇપણ કાર્ય કરતા પહેલા મિત્રો-સંબંધીની સલાહ માનવી. પીળી-સફેદ વસ્તુનું દાન કરવું.
કર્ક (ડ, હ)
બીજી નોકરી કે વ્યવસાય કરશો તો સફળતા મળશે, પ્રવાસ થાય, ભવિષ્ય વિશે વિચારણા કરવી, કોઇપણ કાર્યમાં વિચારીને આગળ વધવું, નિરાશા આવે, ખરાબ સમાચાર આવી શકે છે, બંધનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરો, પ્રેમ સંબંધમાં છેતરામણી થઇ શકે છે, મિત્રતામાં સાવધાન રહો, સંબંધમાં ત્રીજા વ્યક્તિનું માનશો નહીં, નિરાશા આવે.
- Advertisement -
સિંહ (મ, ટ)
આ સપ્તાહ તમારૂ ખૂબજ સારૂ રહેશે, નવી તક મળશે, સફળતા મળશે, ક્યાંકથી આવકનો સ્ત્રોત મળશે, પોતાનો શો-રૂમ કરી શકો છો, સેલિબ્રેશન થાય, પરિવારજનો-મિત્રો સાથે રહીને કાર્ય કરવાથી સફળતા મળશે, કુતરાઓને રોટલી ખવડાવવી, વડિલોના આર્શીવાદ લેવા, જમીનમાં રોકાણ કરવું નહીં, ભવિષ્યના નિર્ણયો વિચારીને લેવા.
કન્યા (પ, ઠ, ણ)
ખરાબ સમાચાર આવી શકે છે, માંદગી બાબતે સારા-નરસા સમાચાર આવી શકે છે, પ્રેમ, નોકરી-ધંધામાં દગો મળશે, ખરાબ-ખોટા વિચારો આવવા, હાલમાં કોઇ નવું કાર્ય કરવું નહીં. પગે વાગવાથી સાવધાન રહેવું. કામ અર્થે દુર જવાનું થાય, ગુસ્સાને કાબુમાં રાખવો, સફેદ કપડાં પહેરવાં, લાગણીશીલ ના બનવું.
તુલા (ર, ત)
ખાસ મહિલાઓને કોઇપણ બાબતે ન્યાય મળશે, કુળદેવીના આર્શીવાદ રહેશે, કોઇપણ કાર્યમાં બેલેન્સ જાળવો, નજર લાગી શકે છે, ગૃહણીઓએ ધ્યાન આપવું, ગુસ્સાને કાબુમાં રાખવો, ઘરની વૃદ્ધ મહિલાની સલાહ લેવી, થોડી નિરાશા આવી શકે છે, કામ બગડી શકે છે, કોઇને પણ અન્યાય ન કરવો, લીડરશીપ કેળવો.
વૃશ્વિક (ન, ય)
આ સપ્તાહ તમારા માટે સારૂ રહેશે, સ્ત્રીઓ સાથે ભાગીદારીમાં કામ કરવું, કોઇપણ કાર્યમાં સફળતા મળશે, નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય, કાર્યમાં ધ્યાન આપવું, નહીં તો નુકસાન થશે, સમજી-વિચારીને કામ કરવું, ઘરના વડીલોને ગીફ્ટ આપવી, સેલિબ્રેશન થઇ શકે છે, સારા સમાચાર મળશે, નવું ઘર વસાવી શકો છો, ખેતરમાં સારી ઉપજ મળશે.
ધન (ભ, ધ, ફ, ઢ)
પ્રવાસ ટાળવો, અકસ્માત ના થાય તેનું ધ્યાન રાખવું, કોઇ ખરાબ સમાચાર આવી શકે છે, તમારા મોટા નુકસાનમાંથી બહાર આવી શકો છો, પ્રેમ, ધંધા કે નોકરીમાં દગો મળી શકે છે, પીઠ પાછળથી થતાં વારથી સાવધાન રહેવું, વિદેશમાં બિઝનેસ કરવા બાબતે વિચારણા કરવી, કોઇપણ કાર્યમાં નિપુણતા કેળવવી, વિચારણા કરીને આગળ વધવું.
મકર (ખ, જ)
પેસા- લાભ મળશે, રોકાણમાં લાભ મળશે, શેર માર્કટમાં સફળતા મળશે, જમીન-મિલકત લઇ શકો છો, સેલિબ્રેશન થશે, સારા સમાચાર મળશે, ગર્ભધારણ બાબતે સારા સમાચાર મળશે, ઘરમાં ખુશીઓ આવશે, ત્રાહિત વ્યક્તિનું સાંભળીને સંબંધો બગાડવા નહીં, તમારી આસપાસ ઇર્ષાળુ વ્યક્તિઓથી સાવધાન રહેવું, થોડી નિરાશા આવશે.
કુંભ (ગ, સ, શ, ષ)
તમારી પીઠ પાછળ રાજકારણ થઇ રહ્યું છે, કોઇપણ કાર્યમાં સાવધાની રાખવી, પારિવારિક ઝઘડાઓ થાય, મિત્રો સાથે અણબનાવ બને, ચિંતાઓથી ઘેરાયેલા રહો, વડિલોના આર્શિવાદ મેળવો, ઉતાવળો નિર્ણય ના લો, કોઇપણ કાર્યમાં શાંતિ રાખવી, નવું કાર્ય શરૂ કરવું નહીં, મિલકત બાબતે અણબનાવ બને, હરિફોથી સાવધાન રહેવું.
મીન (દ, ચ, ઝ, થ)
તમારી સાથે દગો થઇ શકે છે, બિઝનેસ-ધંધા-નોકરીમાં સાવધાન રહેવું, કોઇપણ જગ્યાએ રોકાણ ના કરવું, ગુસ્સાને કાબુમાં રાખવો, ઉતાવળા નિર્ણયો ના લેવા, કોઇપણ કામમાં તીવ્રતા લાવવી તો સફળતા મળશે, સ્વાર્થી માણસોથી દૂર રહેવું, અતિ આત્મવિશ્વાસમાં ના રહેવું, વિચાર્યા વગર કાર્ય ના કરવા.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.