(16 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર)
મેષ (અ, લ, ઇ) (કિંગ ઓફ પેન્ટાકલ્સ)
આ ટેરોનું પોઝીટીવ કાર્ડ છે. તમારૂ આ અઠવાડિયું સારૂ રહેશે. તમારા આવડતને ઓળખો, તમે આપેલા વચનો પૂર્ણ કરો, નાણાંકિય લાભ થશે, લોન સરળતાથી પાસ થશે, તમારા કામ જવાબદારી સાથે કરો, કોઇપણ કામમાં સફળતા મળશે, બેંક અથવા મીડિયા લાઇનમાં કામ કરી શકો છો, તમારા ધારેલા કાર્ય પૂર્ણ કરી શકશો, રોકાણમાં લાભ થશે.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ) (નાઇન ઓફ સ્વોર્ડસ)
આ ટેરોનું નેગેટીવ કાર્ડ છે. આ અઠવાડીયું તમારા માટે સામાન્ય રહેશે. ચિંતામાં વધારો થશે, ખોટા-ખરાબ વિચારો, ખરાબ સ્વપ્નો આવી શકે, એકલતાનો કે ડિપ્રેશનનો અનુભવ થાય. નવી ઓફર સ્વીકારવી નહીં, પોઝીટીવ રહેવાનો પ્રયત્ન કરવો, તમારી ભૂતકાળની ભૂલમાંથી બહાર નીકળો, બિમારી આવી શકે, જીવનના પડકારો સામે લડવા માટે અસમર્થ હોય તેવું લાગે.
મિથુન (ક, છ, ઘ) (કિંગ ઓફ પેન્ટાકલ્સ)
આ ટેરો કાર્ડ પોઝીટીવ છે. આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા મહેનત કરવી, સફળતા મળશે, તમારા માન-સન્માનમાં વધારો થશે, રોકાણમાં ફાયદો થશે, પ્રમોશન મળી શકે, તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કરો, તમારી જવાબદારીઓને પૂર્ણ કરો, સ્વાસ્થ્યમાં સુધારો આવશે, મગજને શાંત રાખવો.
કર્ક (ડ, હ) (ધ હર્મિટ)
આ ટેરો કાર્ડ અનિશ્ચિત છે. આ અઠવાડીયું તમારા માટે મધ્યમ રહેશે, તમે આધ્યાત્મિક બાબતો સાથે સંકળાયેલા રહેશો, સમજી વિચારીને કામ કરવું, તમારા સેલ્ફ ડેવલોપમેન્ટમાં ધ્યાન આપો, ઘરનાં વડિલ કે ગુરૂની સલાહ લેવી, સ્વાસ્થ્ય જાળવવું, હાલમાં કોઇ નવા પ્રોજેક્ટ શરૂ કરવા નહીં, તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરો, ભવિષ્ય વિશે વિચારણા કરવી.
- Advertisement -
સિંહ (મ, ટ) (ધ વર્લ્ડ)
આ ટેરો સૌથી ઉત્તમ છે. આ અઠવાડીયું તમારા માટે ખૂબજ સારૂ રહેશે, તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે, વિદેશ પ્રવાસ થશે, ગ્રુપમાં કાર્યો કરો, તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે, સમાજમાં માન-સમ્માન મળશે, નવા પ્રોજેક્ટ મળશે, લીડરશીપ કેળવો, તમારા નસીબનો સાથ મળશે, ભગવાનની કૃપા રહેશે, લગ્ન અને સંતાનપ્રાપ્તિ બાબતે સારા સમાચાર મળશે, સેલિબ્રેશન થશે.
કન્યા (પ, ઠ, ણ) (કિંગ ઓફ વોન્ડસ)
આ ટેરો સારૂ રહેશે, આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે. તમારા કાર્યો પ્લાનિંગથી કરવા, તમને માન-સન્માન મળશે, લીડરશીપ કેળવો, નવી તકોને ઝડપી લેવી, સફળતા મળશે, પાવરફુલ બનો, કોમ્યુનિકેશન કેળવો, ગુસ્સાને કંટ્રોલમાં રાખવો, સ્વાસ્થ્ય સારૂ રહેશે, કોઇપણ કામને કરવા માટે તૈયાર રહો, પોઝીટીવ રહેવું, ઘરના વડિલોના આર્શીવાદ મેળવો.
તુલા (ર, ત) )(સેવન ઓફ પેન્ટાક્લસ)
આ ટેરો કાર્ડ લાભ સૂચવે છે, તમારૂ અઠવાડિયું સારૂ રહેશે, તમારા અટવાયેલા નાણાં પરત મળશે, તમારા રોકાણો પર ધ્યાન આપવું, નવા બિઝનેસ વિશએ વિચારણા કરવી, રિલેશનશીપ સારી રહેશે, જમીન કે શેર બજારમાં સારૂ વળતર મળશે, તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, નાણાંકિય લાભ મળશે, ખેડૂતો માટે વાવેતર સારૂ થશે.
વૃશ્વિક (ન, ય) (ધ લ્વર્સ)
આ ટેરો કાર્ડ પ્રેમ સૂચવે છે. તમારા પ્રેમની પસંદગી કરવાની તક મળશે, નવા રિલેશનમાં આવી શકો છો, સગાઇ અથવા લગ્ન નક્કી થઇ શકે છે, ગ્રુપ સાથે કામ કરો, નવી ઓળખાણ બનાવો, સ્ત્રીપાત્ર સાથે બિઝનેસ કરવાથી ફાયદો થશે, કોઇપણ નિર્ણય લેતા પહેલા તેના વિશે માહિતી એકઠી કરો, તમારા જીવનમાં સંતુલન લાવો, તમારા બગડેલા સંબંધોમાં સુધારો આવશે. લગ્નજીવનમાં મધુરતા આવશે.
ધન (ભ, ધ, ફ, ઢ) (ધ ડેવિલ)
આ ટેરો કાર્ડ નેગેટિવ છે, તમારૂ અઠવાડીયું ખરાબ રહેશે, વ્યસનથી દૂર રહેવું, ખોટી-ખરાબ સંગતો કરવી નહીં, નેગેટિવ વિચારો આવી શકે, ભગવાન પર ભરોસો રાખવો, તમે કોઇ ખોટા બંધનમાં હોય તે તેમાંથી બહાર નિકળવું, રોકાણ કરવું નહીં, સ્વાસ્થ્ય જાળવવું, શુભ કાર્યો કરવા નહીં, નવા રિલેશન બનાવવા નહીં, ખોટી માયાજાળમાં ફસાવવું નહીં.
મકર (ખ, જ) (એઇટ્સ ઓફ વોન્ડસ)
આ ટેરો કાર્ડ પોઝીટીવ છે, તમારા માટે અઠવાડિયું સારૂ રહેશે, ટૂંકી યાત્રા થશે, કોઇપણ કાર્ય ઝડપથી પૂર્ણ થશે, તમારી ઇચ્છાઓ પરિપૂર્ણ થશે, પ્રગતિ થશે, સારા સમાચાર મળશે, જીવનમાં સારો સમય આવશે, તમારી મહેનતનું ફળ મળશે, તમે રમત-ગમતમાં રસ દાખવતા હોય તો સફળતા મળશે, લાગણીઓને કાબુમાં રાખજો.
કુંભ (ગ, સ, શ, ષ) (સેવન ઓફ વોન્ડસ)
આ ટેરો કાર્ડ સારૂ છે. તમારા માટે આ અઠવાડીયું સારૂ રહેશે, તમને મળેલા પડકારોનો સામનો કરો, કોઇપણ અટકેલા કાર્યોને દ્ઢતાપૂર્વક પૂર્ણ કરો, તમારી જાત પર આત્મવિશ્વાસ કેળવો, તમારા બિઝનેસ વિશે માહિતીા રાખો, વિશ્વાસથી કાર્ય કરો, કામમાં ધ્યાન આપવું, તમારી માન્યતામાંથી બહાર નિકળો, જીદી સ્વભાવને છાડવો.
મીન (દ, ચ, ઝ, થ) (ધ ડેવિલ)
આ ટેરો કાર્ડ નેગેટિવ છે, તમારૂ અઠવાડીયું ખરાબ રહેશે, ખોટી-ખરાબ સંગતો કરવી નહીં, ખોટી માયાજાળમાં ફસાવવું નહીં, નેગેટિવ વિચારો આવી શકે, નવા રિલેશનમાં આવવું નહીં, સ્વાસ્થ્ય સાચવવું, કોઇપણ રોકાણ કરવું નહીં, ભગવાન પર ભરોસો રાખવો, ગુસ્સાને કાબુમાં રાખવો, કોઇપણ નિર્ણય કરતાં પહેલા વિચારણાં કરવી.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.