જાણીતા ટેરોટ રિડર મીરા ભટ્ટ દ્વારા સાપ્તાહિક ટેરોટ રિડિંગ (6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ).
- Advertisement -
મેષ (અ, લ, ઇ)
આ સપ્તાહ ખૂબ જ સારૂ રહેશે. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. કોઇ ઇચ્છિત કાર્ય અટકિ ગયું હોય તો તે પૂર્ણ થશે. નોકરી- ધંધામાં સારી તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. રાજનીતિમાં પ્રવેશ કરવાનો સારો સમય છે. મહિલાઓ માટે આ અઠવાડિયું સારૂ નિવડશે, ધારેલા કાર્ય સફળતાપૂર્વક પાર પડશે. મહિલાઓને સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ છે. જમીન લે-વેચનો બિઝનેસ કરનારને ધન પ્રાપ્તિના યોગ છે. સંબંધોમાં કોઇ પણ પ્રકારનું મનદુ:ખ હોય તો તે દૂર થશે. તમારી ક્ષમતા ઉપર ભરોસો રાખીને કાર્યને આગળ ધપાવો, સફળતા મળવાના પ્રબળ યોગ છે. નવા સમાચારની પ્રાપ્તિ થશે.
વૃષભ (બ, વ, ઉ)
બિઝનેસ કે મકાન માટે તમે લોન મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હોય તો સરળતાથી પ્રાપ્ત થશે, તેમજ સગા-સંબંધી તરફથી પણ આર્થિક મદદ મળી શકે છે. અટવાયેલા નાણાં પાછા મળી શકશે. દાન આપવા માટે સમય સારો છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, લાંબા ગાળાની બિમારી થઇ શકે છે. ધંધામાં પણ આર્થિક નુકસાન થવાના યોગ છે, જેથી સાવચેતી રાખવી. પરિવારમાં મહિલા પાત્ર તરફથી મદદ મળી શકે છે. ભણતર કે બિઝનેસ માટે વિદેશ જવાના યોગ છે. પ્રવાસના યોગ છે. આ સમય આનંદમાં પસાર કરવો. એક તરફથી સંબંધ હોય તો આગળ વધો.
- Advertisement -
મિથુન (ક, છ, ઘ)
પ્રવાસના યોગ પ્રબળ છે. લગ્ન વાંચ્છુકોને સારા સમાચાર પ્રાપ્ત થશે. અધૂરા કાર્યોને સમયસર પૂર્ણ કરવા. દ્રિપક્ષીય સંબંધો વચ્ચે સમતોલન જાળવવું. સંબંધોમાં તિરાડ આવી શકે છે. એકસાથે અનેક કામો સાથે જોડાયેલા હોય તો બધા વચ્ચે સમતોલન અને ધ્યાન આપવું. સમાજમાં તમારી નામના થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. શેરબજારમાં માટે સારો સમય છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. કોર્ટ કચેરીના કામમાં ન્યાય મળવાની શક્યતા છે.
કર્ક (ડ, હ)
જમીન કે શેરબજારમાં રોકાણ બાબતે વિચાર કરીને આગળ વધવું. નોકરી- ધંધા માટે સારા સમાચાર પ્રાપ્ત થશે. નવી નોકરી વિશે વિચારતા હોય તો સારો સમય છે. નવો મોબાઇલ વસાવવાનું વિચારી હોય તો લઇ શકશો. તમારા નક્કી કરેલા કાર્યોમાં અનુશાસન જાળવવું. ગુસ્સો કરવાનું ટાળવું. ભવિષ્યના આર્થિક રોકાણો માટે પ્લાનિંગથી આગળ વધવું. અધુરી ઇચ્છા પૂર્ણ થશે. સંબંધોમાં સુધારો થશે.
સિંહ (મ, ટ)
તમારી આંતરિક શક્તિ પ્રબળ છે. તમે ભવિષ્યના પ્લાનિંગ વિશે વિચારી રહ્યા હોય તો સફળતા મળશે. તમારા પરિવારમાંથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. ગર્ભવતી સ્ત્રીઓએ સ્વાસ્થ્ય બાબતે જાળવવું. તમારા પ્રિય પાત્રની સંભાળ રાખવી અને પ્રેમપૂર્વક રહેવું. નવું ઘર લેવા માટે વિચારતા હોય તો સારા યોગ છે. સ્વાસ્થય બાબતે જાળવવું. કોઇ પણ નવા કાર્ય માટે પરિવારમાં વડીલ કે ગુરૂની સલાહ લઇને આગળ વધવું. હોટલ બિઝનેસમાં સફળતા મળશે.
કન્યા (પ, ઠ, ણ)
ઘરના કોઇ વડીલ કે સગા-સંબંધીના સ્વાસ્થ્ય બાબતે ખરાબ સમાચાર મળી શકશે. નોકરી કે બિઝનેસમાં નુકશાનીના યોગ છે. આસપાસના લોકોની દ્વેષ અને ઇર્ષાથી સાવચેત રહેવું. જીવનમાં ખરાબ સમય પૂરો થઇને સારો સમય ચાલુ થશે. હાલના સમયે ભગવાન પર શ્રધ્ધા રાખવી. નવી નોકરી મળવાના યોગ છે. મુશ્કેલીઓ માટે સાવધાન રહેવું. નવા સંબંધો બંધાય શકે છે. સ્વાસ્થયમાં સુધારો આવશે. કોઇપણ બાબતે પાર્ટનરની સલાહ લેવી. સારા પરિણામો પ્રાપ્ત થશે.
તુલા (ર, ત)
નોકરી અને બિઝનેસમાં પ્રવાસના યોગ છે. કોઇપણ ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નવી યોજના બાબતે આગળ વધવું. પ્રિય પાત્રથી દૂર જવાનું થશે. મહિલાઓએ પોતાનીનવી ઓળખ ઉભી કરવાનો સમય છે. ખર્ચા ઉપર કાબુ રાખવો. પાલતુ પ્રાણી રાખી શકાય. સંબંધોમાં આર્થિક લાભના યોગ છે. બિઝનેસ માટે સારૂ પ્લાનિંગ કરીને આગળ વધવું. સ્વાસ્થ્ય સારૂ રહેશે. નિરાશા હોય તો મિત્રો સાથે સમય પસાર કરવો. શિવની આરાધના કરવી.
વૃશ્વિક (ન, ય)
ખરાબ-ખોટા વિચારોથી દૂર રહેવું. ગુસ્સા પર કાબુ મેળવવો. પૈસાની બચત કરવી. કોઇપણ બાબતે અભિમાન ના રાખવું. કોઇ યોજના વિશે વિચારતા હોય તો તેને તમારા આત્મવિશ્વાસથી પાર પાડવું. ધારેલા કાર્યોને શાંતિપૂર્વક પાર પાડવા. ખુલ્લા મનથી વિચાર કરવા. ચિંતાના વાદળો ઘેરાય શકે છે. ધંધા- નોકરી બાબતે ભવિષ્યનું વિચાર કરીને આગળ વધવું. સ્વાસ્થય બાબતે કાળજી રાખવી.
ધન (ભ, ધ, ફ, ઢ)
અણધાર્યો આર્થિક લાભ થાય. લોન મળી શકે છે. નવો બિઝનેસ કે નોકરીની તકો છે. જમીનમાં રોકાણ કરશો તો એક વર્ષમાં તેનો સારો લાભ મળશે. કોર્ટ- કચેરીમાં તમારા તરફી નિર્ણય આવશે. તમારા ધારેલા કાર્યોને આત્મવિશ્વાસથી પાર પાડવું. તમારા કરેલા કાર્યોના સારા પરિણામો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવું.
મકર (ખ, જ)
સંબંધમાં દગો મળવાની શક્યતા છે. ભવિષ્યના પ્લાનિંગમાં સફળતા મળશે. નવો સંબંધ બંધાય શકે છે. અધૂરા કાર્યો પૂર્ણ કરવા નહીં તો ઉદાસિનતા આવી શકે છે. પોતાના પર આત્મવિશ્વાસ રાખવો. તમારી પાસે રહેલી સારી તકો વિશે વિચારણી કરીને આગળ વધવું. કરિયર માટે કોઇની મદદ લેવી. ભાગીદારીમાં બિઝનેસ કરવાથી સફળતા મળશે.
કુંભ (ગ, સ, શ, ષ)
ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. પોતાનામાં બદલાવ લાવશો તો જીવનમાં પરિવર્તન આવશે. કોઇ કામને ઝડપી પાર પાડવું. સારા અને ખરાબ બંન્ને સમાચાર પ્રાપ્ત થશે. કોઇ વડીલની મદદ મેળવવી. તમારા બગડેલા કામમાં સુધારો થશે. નવા સંબંધની શરૂઆત થઇ શકશે. બાળકો પ્રત્યે લાગણી દર્શાવવી. કોઇના તરફથી ભેટ મળી શકે.
મીન (દ, ચ, ઝ, થ)
ખરાબ સમાચાર પ્રાપ્ત થશે. નોકરી- ધંધામાં ખોટ કે નુકસાની આવી શકે છે. વાહન ચલાવતા સમયે અકસ્માતથી સાચવવું. કોર્ટ-કચેરીની સમસ્યામાં ફસાઇ શકો છો. નોકરીમાં ટીમ વર્ક દ્વારા આગળ વધવું. જ્ઞાની વ્યક્તિ પાસેથી સલાહ લેવી. નક્કી કરેલી યોજનામાં આકસ્મિક બદલાવ સંભવ છે. બિઝનેસમાં પાર્ટનરશીપમાં સાવચેત રહીને આગળ વધવું. માનહાની થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નનના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 9913574454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.