આપણે ભલે માણસોને બ્લેક ઈન વ્હાઈટના ખાનામાં મૂક્તાં રહીએ પણ ખરેખર તો માણસ માત્ર ગે્રડ શેડ ધરાવતું પ્રાણી છે. મતલબ દરેકમાં પ્લસ-માઈનસના પાનાં સરખી રીતે જ ચિતરાયેલાં હોય છે, પછી એ ભાગીદારો હોય કે સગા ભાઈઓ કે પતિ-પત્ની. એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થયેલી મીયાં, બીબી ઔર મર્ડર વેબ સિરિઝ આવી જ નબળાઈ ધરાવતાં પતિ-પત્નીની વાત કરે છે પણ, એ રોહિત શેટૃીની ભેજાંગેપ કોેમડી ફિલ્મના અંદાઝમાં. જી, તમને ભેજાંગેપ છતાં મજેદાર કોમેડીનો તડકો મારેલી મર્ડર-મિસ્ટરી જોવામાં રસ હોય તો બચ્ચાંઓ સૂઈ જાય પછી (કારણકે તેમાં છૂટથી ગાળો બોલવામાં આવે છે અને સેક્સુયલ જેસ્ચર પણ છે ) મિયાં, બીવી ઔર મર્ડર સિરિઝ જોવા જેવી છે.
પોતાના પોલીસકર્મમાં જ વ્યસ્ત રહેતાં ડીસીપી જયેશ રોય (રાજીવ ખંડેલવાલ) ની પત્ની પ્રિયા (મંજુરી ફડણવીસ) પતિની સંતુષ્ઠ નથી એટલે મિશન માટે રાતભર કામે જતાં પતિની ગેરહાજરીમાં પ્રિયા નવા-નવા ફ્રેન્ડ બનેલાં વરૂણને પોતાના ઘરે બોલાવે છે, રંગરેલિયા મનાવવા વાસ્તે પણ…
પ્રિયા અને વરૂણ રંગરેલિયા મનાવતાં હોય છે, એ દરમિયાન ડ્રગ્ઝની આડઅસર રૂપે વરૂણનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઈ જાય છે. એ જ સમયે પતિ ડીસીપી જયેશ રોય ફલેટની ડોર બેલ મારે છે એટલે લાશ અને લફરૂં છૂપાવવા માટે પ્રિયા બિઝી થઈ જાય છે. બધું થાળે પાડી પ્રિયા ફલેટનો દરવાજો ખોલે છે તો નજર સામેનું શ્ય જોઈને તે હેબતાઈ જાય છે… પતિ જયેશ દાદરા પરથી પડીને મૃત્યુ પામેલી ઘરનોકરાણી માલતી પાસે બેઠો છે બે બે મર્ડર. એક લાશ પત્નીનાં કારણે ઘરમાં પડી છે તો બીજી લાશ પતિના કારણે સીડી પર પડી છે. નોકરાણી માલતી સાથે પતિ જયેશ રોયને અફેર હતું અને એ પ્રેગનન્ટ બનીને જયેશને બ્લેકમેઈલ કરવા એ ફલેટ સુધી આવી ગઈ હતી. તેને દૂર હડસેલવા જતાં માલતી ગબડીને મૃત્યુ પામી હતી.
હવે આ બન્ને લાશને ઠેકાણે પાડવાની મથામણમાં પતિ-પત્ની ધંધે લાગે છે પણ એ દરમિયાન એટલું બધું બને છે કે, તમે સ્તબ્ધ થઈને આ ભોપાળું જોતાં રહો છો. ઘરમાં બે બેડરૂમમાં બે લાશ પડી છે અને પ્રિયા-જયેશના ફલેટમાં સુરક્ષ્ાા માટે બે પોલીસ અધિકારી આવી પહોંચે છે. મરનાર વરૂણનો ગે-બોયફે્રન્ડ પણ ઘરમાં ઘૂસે છે. ડીસીપી જયેશ રોયે એ રાતે જ નોકરીમાંથી કાઢી મૂકેલો અચ્છેલાલ પણ ડોર બેલ વગાડે છે. મુંબઈનો ડોન અબ્બાસ મીઠા પણ પોતાના સાગરિતો સાથે પધારે છે તો એક પિત્ઝા બોય ડિલિવરી કરવા પહોંચે છે… ભેદભરમને છૂપાવવા માટે રચાતાં આ ભોપાળાં એટલાં તો ઈન્ટરેસ્ટીંગ છે કે મર્ડર મિસ્ટરી હોવા છતાં તમે મરક્તાં રહો છો. શાહનામા કોલમની બીજી સિઝનમાં અનેક થ્રિલર વેબ સિરિઝ વિશે લખાયું છે પરંતુ સુનીલ માનચંદાએ ડિરેકટ કરેલી મીયાં, બિવી ઔર મર્ડર જેવી હલ્ફીફુલકી થ્રિલર વિષે પ્રથમવાર લખાઈ રહ્યું છે. આ વેબ સિરિઝનું નિર્માણ પણ સુનિલ માનચંદા અને સંખિત મીશ્રાએ ર્ક્યું છે અને સ્ક્રીન પ્લે તેમજ ડાયલોગ પણ તેમના જ છે. એકાદ બે નમૂના : યે તીસરા કૌન યહાં આ કે મર ગયા… સર, ઈસકે પાસ પિસ્તોલ તો હૈ પર ગોલી નહીં હૈ… યે દોસ્ત હૈ તો ફીર (ઈસ) લાશ કી ઝિપ (પેન્ટની ચેઈન) ક્યોં ખૂલી હૈ ? રાજીવ ખંડેલવાલ, મંજરી ફડણવીસ, અસ્મિતા કૌર બક્ષ્ાીસ (માલતી), આશુતોષ પાંડે (અચ્છેલાલ), પ્રસાદ ખાંડેકર (ઈન્સ્પેકટર સાંવત), રૂસદ રાણા (અબ્બાસ મીઠા) જેવા કિરદાર અને અભિનેતા મીયાં, બિવી ઔર મર્ડર નો પ્લસ પોઈન્ટ છે. વેબ સિરિઝનો આ વિચાર જ નવતર છે : પોલીસ ઓફિસર અને તેની પત્ની, બન્ને એક-એક મર્ડરમાં નિમિત્ત બને. બન્નેની લાશ ઘરમાં જ રાખવી પડે અને પોલીસ હોવા છતાં તેની પોલીસ કમ્પલેઈન ન થઈ શકે એવી સિચ્યુએશન જ લાફટર માટે પૂરતી છે અને મીયાં, બિવી ઔર મર્ડર તેમાં શત-પ્રતિશત પાસ થનારી વેબ સિરિઝ છે.
- Advertisement -
વો 3 દીન: 3 દીન બહુ ઓછાં થિયેટરોમાં રીલિઝ થઈ છે પણ ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાય ત્યારે સહપરિવાર જોવા જેવી છે
આધુનિક હિન્દી ફિલ્મોએ કોસ્મોપોલિટીન મુખવટો ધરી લીધો છે તો ઓટીટી પ્લેટફોર્મએ નાના નગર-ક્સબાને ક્રાઈમના ચશ્માંથી જોવાનું શરૂ કરી દીધું છે ત્યારે નજર અંદાઝ થઈ ગયેલાં તળિયાના લોકોની વાત કહેતી, ઓછાં બજેટની પણ ક્યૂટ ફિલ્મ વો 3 દીન એક આહ્લાદક લ્હેરખીની જેમ આવી છે. વારાણસી નજીક મુસાફરોને લઈ જતી હાથ રીક્ષ્ાા ચલાવતાં રામભરોસે (સંજય મિશ્રા) ને દેશના વિકાસની નહીં પણ દશ હજારના દેણાં અને દીકરીની કોલેજ ફી ની ચિંતા સતાવે છે. આપણને ખબર છે કે રામ ભરોસેના જીવનમાં કોઈ ચમત્કાર થવાનો નથી પણ…
ચમત્કાર થાય છે. એક દિવસ તેને અંગે્રજીમાં ચપડચપડ કરતાં માણસની સવારી મળે છે અને વીસ રૂપિયાની બદલે એ સો રૂપિયા ભાડું આપ ેછે. રામભરોસે માટે તો એ ભગવાન જ છે. એ મુસાફર તેને ઓફર કરે છે કે એકપણ સવાલ ર્ક્યા વગર ત્રણ દિવસ મારા માટે (મને લઈને) રીક્ષ્ાા ચલાવશે તો મહેનતાણાં તરીકે ત્રણ હજાર રૂપિયા મળશે…
રામભરોસેને તો જાણે લોટરી લાગી. એ ત્રણ દિવસ હાથરીક્ષ્ાા ચલાવીને ત્રણ હજાર કમાઈ લેવા તૈયાર થાય છે પરંતુ ત્રીજા દિવસે શૂટેડબુટેડ મુસાફર ભાડું કે મહેનતાણું આપ્યા વગર ગાયબ થઈ જાય છે અને રામભરોસેની તગડી કમાણીનો પત્તાનો મહેલ તૂટી પડે છે. એ પોલીસ ફરિયાદ કરે છે અને એક સસ્પેન્ડેડ પોલીસ દયાનંદ (રાજેશ શર્મા) રામભરોસે સાથે, તેની જ હાથરીક્ષ્ાામાં ઈન્વેસ્ટીગેશન માટે નીકળે છે, એવી વ્યક્તિને શોધવા માટે જેનું નામ પણ રામભરોસેને ખબર નથી
વો 3 દીન જૂની આર્ટ ફિલ્મો જેવી રોતલું ફિલ્મ નથી છતાં સંજય મિશ્રા, રાજેશ શર્મા અને ચંદન રોય સન્યાલ જેવા મજબુત અભિનેતા ધરાવતી આ ફિલ્મ તમને હસાવતા-હસાવતા સામાન્ય માણસ લાચારીનો અનુભવ કરાવી જાય છે. રાજ આસુ નિર્દેશીત અને સીપી ઝા લિખિત વો 3 દીન બહુ ઓછાં થિયેટરોમાં રીલિઝ થઈ છે પણ ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાય ત્યારે સહપરિવાર જોવા જેવી છે.