આતંકી સંગઠન હમાસના ઇઝરાયલ પર શનિવારે અચાનક હુમલો કરી દીધો હતો, ત્યારબાદ બંન્ને વચ્ચે યુદ્ધ છેડાય ગયું છે. આ વચ્ચે, ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર(યૂએન)માં ઇઝરાયલના સ્થાયી પ્રતિનિધિ ગિલાદ એદાર્નમાં કહ્યું કે, આ ઇઝરાયલ માટે 9/11 સમાન છે. સંયુક્ત રાષ્ટ્ર પર નિશાના સાધ્યા છે. તેમણે કહ્યું કે, જયારે ઇઝરાયલની વાત છે તો સંયુક્ત રાષ્ટ્રની યાદશક્તિ બહુ નબળી છે, જે આતંકવાદીને આપણે જલ્દીથી નાશ કરીએ છીએ, તેઓ એક સાઇડ નોટ બનીને રહી જતા હતા. જો કે, આ વખતે એવું નહીં થાય.
ઉલ્લખેનીય છે કે, આતંકી સંગઠન હમાસના ગાઝાથી સવારે અચાનક ઇઝરાયલના શહેરો પર તાબટતોડ રોકેટ છોડયા હતા. એટલું જ નહીં, હમાસના બંધૂકધારી ઇઝરાયલ શહેરોમાં ઘુસી ગયા અને કેટલાક સૈન્ય વાહનો પર કબ્જો કરીને હુમલો કર્યો. કેટલાય ઇઝરાયલ સૈનિકોને બંધક બનાવી લીધા છે. આ વખતે ઇઝરાયલને પણ જવાબી હુમલો કર્યો હતો. હાલમાં, બંન્ને વચ્ચે યુદ્ધ ચાલુ છે.
- Advertisement -
"Hamas is no different than ISIS, Al Qaeda…": Israel envoy Gilad Erdan at UN
Read @ANI Story | https://t.co/EYkT0Mds0r#Israel #GiladErdan #Hamas #UN #AlQaeda pic.twitter.com/lZXto5iGCD
— ANI Digital (@ani_digital) October 9, 2023
- Advertisement -
એદાર્નએ કહ્યું કે, છેલ્લા દિવસો અમારા માટે વિનાશકારી રહ્યા છે. અમારા દેશને ખતરનાક હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. મૃત્યુ પામનારની સંખ્યા ચિંતાજનક છે. છેલ્લા બે દિવસોમાં હમાસના હુમલામાં મારા દેશોના સૈંકડો લોકોની મૃત્યુ થઇ ગઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં હજારો રોકેટથી હુમલો કર્યો. હમાસના સૈંકડો આતંકવાદીઓ ઇઝરાયલમાં ઘુસી ગયા અને રસ્તા પર રહેલા નિર્દોર્ષ ઇઝરાયલી નાગરિકોની ગોળી મારીને હત્યા કરી, આતંકવાદીઓએ ઘરોમાં તોડફોડ કરી એને લોકોને ગોળી મારી, યુદ્ધ એક ગુનો છે. અઝરાયલ પોતાના બાળકોને ઘરે લઇ જવા માટે કંઇપણ કરશે. આજે આંતરરાષ્ટ્રીય સમુદાયના કેટલાય સભ્યો ઇઝરાયલનું સમર્થન કરે છે, પરંતુ કાલે એવું નહીં હોય.
એદાર્ને કહ્યું કે, હમાસ એક નરસંહાર ઇસ્લામી આતંકવાદી સંગઠન છે, જે આઇએસઆઇએસ, અલ- કાયદાથી અલગ નથી. તે લોકો વાતચીત કરવા નથી માંગતા. ફક્ત એક જ બાબત કરવા માંગે છે, યહૂદી રાષ્ટ્રનો વિનાશ. તે લોકો ત્યાં સુધી નહીં રોકાય, જ્યાં સુધી બધુ પૂરું ના થઇ જાય, પરંતુ હું તમને વચન આપું છું કે, હવેથી આવું કંઇ નથી કરવું.