બોલિવુડના ફેમસ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાને નેપોટિઝમ અને સ્ટારકિડને મળતા ફેવર વિશે જણાવ્યું છે. તૈમૂર અને જેહ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગયા છે. જનતા આ વિષયમાં ખૂબ જ રસ દાખવી રહી છે.
બોલિવુડના ફેમસ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાને નેપોટિઝમ અને સ્ટારકિડને મળતા ફેવર વિશે જણાવ્યું છે. સૈફ-કરીનાના બાળકો તૈમૂર અને જેહ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગયા છે. આ બાળકોને જે પ્રકારનું અટેન્શન મળે છે, તે ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરને પણ મળતું નથી. સૈફ અને કરીનાએ આ બાબતે જણાવ્યું છે કે, જનતા આ વિષયમાં ખૂબ જ રસ દાખવી રહી છે.
- Advertisement -
‘સરનેમ ટેલેન્ટની ગેરંટી નથી’
કરીના કપૂર ખાને જણાવ્યું કે, ‘તમારી પાસે સરનેમ હોય તો તેનો અર્થ એ નથી કે તમારામાં ટેલેન્ટ છે અને તમે તેમાં સફળ થશો. આ તમામ બાબત દર્શકો નક્કી કરે છે. સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર જેવું કંઈ નથી. અનેક લોકો એક્સાઈટેડ હોય છે, ફોટોઝ જોવે છે. તમારા 40 મિલિયન ફોલોઅર્સ અને 30 હજાર લાઈક્સ હોય તો તેનો અર્થ એ નથી કે તમે સ્ટાર છો. તમે સ્ટાર છો તે બાબત તમારા કામમાં દેખાવી જોઈએ.’
જનતા અમારા બાળકોને ‘સ્ટારકિડ’ બનાવે છે
સૈફ અલી ખાન જણાવે છે કે, ‘ઓડિયન્સ સ્ટારકિડમાં વધુ રસ દાખવે છે. ઉદાહરણ તરીકે આર્ચીઝ જોઈએ, તો લોકો આ ફિલ્મના એક્ટર્સ વિશે ઘણી વાત કરી રહ્યા હતા. સતત તેમના ફોટોઝ ક્લિક કરવામાં આવી રહ્યા છે. તેમને ફોલો કરવામાં આવી રહ્યા છે. જો આ એક્ટરમાંથી કોઈ એક્ટર સાથે ફિલ્મ બનાવવાનું વિચારે તો તે કોઈ રોકેટ સાયન્સ નથી. તમારે નક્કી કરવું પડશે કે, તેમને અટેન્શન શા માટે મળી રહ્યું છે અને કોણ આપી રહ્યું છે.’
સૈફ અલી ખાન વધુમાં જણાવે છે કે, ‘તૈમૂર તાઈક્વાન્ડો કરી રહ્યા હતા, ત્યારે લોકો તેના ફોટોઝ ક્લિક કરી રહ્યા હતા. ઈન્ટરનેટ પર તેમની ઘણી રીલ્સ છે. અમારે આવું અટેન્શન નથી જોઈતું. અમે સ્ટારકિડ નથી બનાવતા. અમે બાળકો પેદા કરીએ છીએ, પણ પ્રેસ, ફોટોગ્રાફર્સ અને જનતા તેમને સ્ટારકિડ બનાવે છે.’
- Advertisement -
તૈમૂર એક્ટર નહીં બને
સૈફ અને કરીનાએ જણાવ્યું કે, ‘તૈમૂર એક્ટર નહીં બને. તે એક લીડ ગિટારિસ્ટ અને આર્જેન્ટીનાથી ફૂટબોલ પ્લેયર બનવા માંગે છે. તે આર્જેન્ટીના જવા માંગે છે, જેથી તેઓ ફૂટબોલર બની શકે.’