યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કચેરીમાં ABVPના કાર્યકરોએ ગર્લ્સ હોસ્ટેલ અને પ્રવેશ બાબતે હોબાળો કર્યો પરંતુ વિદ્યાર્થિનીઓએ આ આક્ષેપને તદ્દન પાયાવિહોણા કહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જનરલ મેરિટ લિસ્ટ, તમામ વિદ્યાર્થીઓની ટકાવારી તથા ભવનની માહિતી, કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા કરેલી અરજી અને સંપૂર્ણ યાદી પ્રમાણે મેરિટ લિસ્ટ, વિદ્યાર્થિનીઓનું કેટેગરી પ્રમાણે ટકાવારી સાથે મેરિટ વિસ્ટ, અનામતના નિયમો પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલમાં ખાલી રહેલી સીટોનું કેટેગરી સહ ચાર્ટ અને ભૂલ ભરેલી યાદીને કારણે હોસ્ટેલ પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા વિદ્યાર્થીની યાદી માગવામાં આવી હતી. સાથે જ કાર્યકરોએ વિરોધ કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, અહીં પાર્ટીઓ થાય છે.
જો કે, વિરોધ વધતા પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
- Advertisement -
જ્યારે આ મુદ્દે પ્રોફેસર અને હોસ્ટેલના રેક્ટર રેખાબા જાડેજાને બોલાવવામાં આવ્યા ત્યારે પણ એબીવીપીના કાર્યકરોએ ખરી-ખોટી સંભળાવી અટ્ટ હાસ્ય કર્યું હતું. પરંતુ આ તમામ આક્ષેપોનું ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ કુલસચિવને મળીને ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, હોસ્ટેલ બાબતે અમને કોઈપણ પ્રકારની ફરિયાદ નથી. એબીવીપી દ્વારા કરાયેલા તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે તેવું જણાવ્યું હતું. આ ઘટના બાદ અન્ય ભવનના પ્રોફેસરોએ પણ એબીવીપીની રજૂઆત તદ્દન ખોટી છે તેવી રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 5 ગર્લ્સ હોસ્ટેલ છે જેમાં 350થી વધુ વિદ્યાર્થિનીઓ અલગ અલગ ભવનમાં અભ્યાસ કરી રહી છે.
ABVPના કાર્યકરોનો હોબાળો, પોલીસે ટીંગાટોળી કરી બહાર કાઢયા: વિદ્યાર્થિનીઓએ ‘ૠઘ અઇટઙ ૠઘ‘ લખેલા પોસ્ટર સાથે રજિસ્ટ્રારને રજૂઆત કરી
રેક્ટર દીકરીની જેમ અમને સાચવે છે, બીમાર હોય તો પોતાના ઘરેથી ભોજન લઈને આવે છે
ABVPના કાર્યકર્તા યોગરાજસિંહ જાડેજા અને જોગી ભૂવિ સહિતના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ તથા હોસ્ટેલના રેક્ટર પર જે ખોટા, તથ્ય, પાયા અને સાબિતી વિહીન આક્ષેપો લગાડવામાં આવેલા છે તેની વિરુદ્ધમાં હોસ્ટેલમાં નિવાસ કરતી વિવિધ ભવનોની વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂ પોતાની નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો છે. દીકરીઓ પોતાની રજૂઆતમાં જણાવે છે કે, તેમને હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. કોઈ બીમાર હોય તો પોતાના ઘરેથી નાસ્તો બનાવીને લઈને આવે છે. અમે બધા જ ઉત્સવો ખૂબ જ ધામ-ધૂમથી ઉજવીએ છીએ તેમની પર લાગેલા આક્ષેપો જેવા કે નાઈટ પાર્ટી, બહાર રખડવું અને ચાલતા વિવિધ ધંધા તરફ તેમનો તદન અને સખત પણે ઇનકાર છે. અને લાગેલા આ આક્ષેપો હોસ્ટેલમાં નિવાસ કરતાં વિદ્યાર્થિનીઓના તો છે જ નહીં. તેઓની હોસ્ટેલમાં શિસ્ત અને નિયમનું કડકાઇપણે અનુકરણ થાય છે. સાંજે 7 વાગ્યાથી મોડું કે સવારે 7 વાગ્યા પેહલા હોસ્ટેલની બહાર જવા માટે ભવનના અધ્યક્ષની મંજૂરી અનિવાર્ય છે.
- Advertisement -
અન્ય ભવનના પ્રોફેસરો પણ રેક્ટરની સાથે ઉભા રહ્યા
ગર્લ્સ હોસ્ટેલ મામલે એબીવીપી દ્વારા આજે રજૂઆત કરાઈ હતી જેમાં કાર્યકરોએ કહ્યું હતું, કે તમે શું કરો છો તેની ખબર છે, અહીંયા પાર્ટીઓ થાય છે. પરંતુ આ મુદ્દે અન્ય ભવનના પ્રોફેસરો પણ પહોંચી ગયા હતા અને કુલસચિવને રજૂઆત કરી હતી કે, આવું બને તે શક્ય જ નથી ગર્લ્સ હોસ્ટેલમાં આવું કશું થતું જ નથી.