રહીશોને બહારથી પાણી મંગાવવાની ફરજ, નાના બાળકોને લઈને લોકોને નીચે સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
આજે શહેરનાં અવધ નજીક આવેલા 8 માળીયા ક્વાર્ટરમાં પણ પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. રૂડાની વીર સાવરકર આવાસ યોજના ખાતે છેલ્લા એક પખવાડિયાથી પૂરતું પાણી મળતું નથી. જેને લઈને આ આવાસ યોજનામાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
જેમાં નાના બાળકોને લઈને લોકોને નીચે સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. તેમજ બહારથી પાણી મંગાવવાની પણ ફરજ પડી રહી છે. જેને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ વિરોધ કર્યો હતો. અને તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મામલે સ્થાનિક મહિલાનાં જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક દિવસથી તંત્ર દ્વારા રૂડાની ભૂલને કારણે અમોને પાણી મળતું નથી. દર વર્ષે ઉનાળો શરૂ થાય ત્યારે જ આ સમસ્યા ઉભી થાય છે. પરંતુ આ તરફ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નહીં હોવાથી અહીંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
આ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બહેનના જણાવ્યા મુજબ તેઓ પોતે અને તેમના પતિ બંને દિવ્યાંગ છે જેને લઈને પાણી ન મળતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ મામલે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.