પાઇપલાઇનના લીકેજની મરામતની કામગીરીના કારણે તા.16 અને 17ના રોજ પાણી વિતરણ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની વોટર શાખા દ્વારા તા. 16 અને તા. 17 બે દિવસ અલગ-અલગ વોર્ડમાં ભાદર યોજના હેઠળ આવતાં વિસ્તારોમાં ભાદર ડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈન લીકેજ હોય પાઈપલાઈન રીપેરીંગની કામગીરી કરવાની હોય તા. 16 ને શુક્રવારના રોજ સેન્ટ્રલ ઝોનના ગુરૂકુળ વિસ્તારના વોર્ડ નં. 13 અને વાવડી વિસ્તારના વોર્ડ નં. 11 પાર્ટ, 12 પાર્ટના તથા તા. 17 શનિવારના રોજ ઢેબર રોડ વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ અને 17 પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
- Advertisement -
ઢેબર રોડ અને ગુરૂકુળ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરૂપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે. ડી. પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્ર્વર સોસાયટી, માલવિયાનગર, અંબાજી કડવા પ્લોટ તથા અંબિકા ટાઉનશીપ, વાવડી ગામ, વિશ્ર્વકર્મા સોસાયટી, મહંમદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા. ગોવિંદરત્ન, જે. કે. સાગર, વૃંદાવન વાટીકા, વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ) માસ્ટર સોસાયટી (પાર્ટ) મીલપરા (પાર્ટ) પુજારા પ્લોટ, આનંદનગર, નારાયણનગર, ઢેબર કોલોની, હસનવાડી, વાલકેશ્ર્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દીરાનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
રાજકોટ વોર્ડ નં. 6માં નવા બની રહેલ આરોગ્ય કેન્દ્ર અને લાઈબ્રેરીની મુલાકાત કરતાં મ્યુ. કમિ. અરોરા
રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં. 6માં નવા બની રહેલ આરોગ્ય કેન્દ્ર અને લાઈબ્રેરીની મ્યુ. કમિ. અમિત અરોરાએ બંને સાઈટ મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સ્થળ તપાસ દરમિયાન મ્યુ. કમિ. અમિત અરોરા સાથે નાયબ મ્યુ. કમિ. આશિષકુમાર, સિટી એન્જિ. અઢીયા, પી.એ.(ટેક.) ટુ કમિશનર દવે, ડે. ઈજનેર બોલાણીયા, નાયબ પર્યા. ઈજનેર પ્રજેશ સોલંકી તેમજ સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.