ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય ચીજોના લેવાયેલા નમૂના ફેઈલ થતા જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી કરતા એજ્યુડીકેટીંગ ઓફીસર અને રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ અનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા બ્રીસવેલ બેવ્રેજીસ, પ્લોટ- 20, બાલાજી ઇન્ડ. પાર્ક, ક્ધયા છાત્રાલય પાછળ, ગોંડલ રોડ, રાજકોટ મુકામેથી શ્રી વ્રજલાલ હરિભાઇ મારડીયા પાસેથી લેવામાં આવેલી બ્રીસવેલની પાણીની બોટલ ધારા ધોરણ કરતાં વધુ હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે જ્યારે શ્રી શિવાનંદ એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી નગર શેરી નં. 6, રાજકોટ મુકામેથી શ્રી અલ્પેશભાઇ પ્રતાપભાઈ જોષી પાસેથી લેવામાં આવેલી હતી.
- Advertisement -
બિશાંત 500 એમએલની પાણીની બોટલમાં એરોબિક માઈક્રોબીઅલ કાઉન્ટ વધુ હોવાના લીધે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલું છે અને યોગેશ્વર ડેરી ફાર્મ, સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી દીપકભાઈ ચકુભાઇ વોરા પાસેથી લેવામાં આવેલો ખાદ્યચીજ “કેશર શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ઢોકળાનું ખીરૂં, મિક્સ દૂધ, તુવેર દાળ સહિતના નમૂના લેતું આરોગ્ય વિભાગ
મિક્સ દૂધ (લુઝ): સ્થળ- કૃષ્ણમ ડેરી ફાર્મ, બોમ્બે સિલ્વર હાઇટ્સ, શોપ નં.5, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, પાઈનેપલ ફલેવર્સ સીરપ અને રોઝ ફ્લેવર્સ સીરપ (પેક્ડ): સ્થળ- રામજીભાઇ શરબતવાળા, કુવાડવા મેઇન રોડ, ઢોકળાનું ખીરું (લુઝ): સ્થળ- મિલન ખમણ, મારુતિનગર મેઇન રોડ, કાળા તલ (લુઝ): સ્થળ- મારુતિ સેલ્સ કિરાણા ભંડાર, મારુતિ નગર, તુવેર દાળ (લુઝ): સ્થળ- રિધ્ધિ સિધ્ધી જનરલ સ્ટોર્સ, , કુવાડવા રોડ અને મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ખોડિયાર ડેરી ફાર્મ, સદગુરુ રણછોડ નગર-3 સામેના નમૂના લેવામાંઆવ્યાછે