કોરોનાકાળમાં કરેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈને રાજ્ય સરકારે ડ્રાઈવર અશ્ર્વિન પરમારનું કર્યું સન્માન
રાજકોટ તા. ૦૯ ઓગષ્ટ – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે કોરોનાના કપરા કાળમાં કોરોનાને હરાવવા માટે ફ્રન્ટલાઈન કર્મવીરો પૈકી રાજકોટ રીજીયોનલ કચેરી ખાતે ફાર્માસીસ્ટ તરીકે સેવા બજાવતા ડો. રજનીકાંત ડોબરીયા અને તેમની ઓફિસના ડ્રાઈવર અશ્ર્વિન પરમારની કામગીરીને રાજ્ય સરકારે ધ્યાને લઈને તેમનું રાજ્યકક્ષાએ સન્માન કર્યું છે.
આ તકે ડો. રજનીકાંત ડોબરીયાએ જણાવ્યું હતું કે, હું એક ફાર્માસીસ્ટ છું અને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ રીજીયોનલ કચેરી ખાતે સેવા આપુ છું. કોરોનાના સમયમાં એક પણ દિવસની રજા રાખ્યા વગર જ અમે ફરજ બજાવતા હતા. મારા ભાગે રીજીયનની રસીઓનું મેનેજમેન્ટ આવ્યું હતું. જેમાં તમામ રસીકરણની વાયલની જાળવણી તથા ડીસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ ઉપરાંત, કોરોનાની રસીનું રીસીવીંગ, મેનેજમેન્ટ અને ડીસ્ટ્રીબ્યુશનની કામગીરી કરવાનો અવસર મળ્યો. આ કામગીરી કરતી વખતે ક્યારેય વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રીના હસ્તે મારૂ સન્માન થશે. મુખ્યમંત્રી ના હસ્તે થયેલુ મારુ સન્માન મને વધુ સારી રીતે કામ કરવા માટે સતત પ્રોત્સાહિત કરતું રહેશે.
- Advertisement -
અમારા ડ્રાઈવરોની કામગીરી પણ ખુબ જ કાબિલે તારીફ છે. કોરોના કાળમાં રાત-દિવસ, ટાઢ-તાપ-વરસાદ જોયા વિના, જ્યારે જરૂર પડી ત્યારે, કોરોનાની રસીનું મધ્ય રાત્રીએ અમદાવાદ કે ગાંધીનગરથી રીસીવીંગ કરીને અમારા રિજિયન સ્ટોર ખાતે તથા કટોકટીના સંજોગોમાં અન્ય જિલ્લાઓમાં પણ સમયસર વેક્સિન પુરી પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અમારી રાજકોટ રીજીયોનલ કચેરીના ડ્રાઈવર અશ્ર્વિન પરમારએ કોરોનાકાળમાં કરેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈને રાજ્ય સરકારે તેમનું સન્માન કર્યું, તે પણ અમારા માટે ગૌરવપ્રદ બાબત છે. તેમ ડો. રજનીકાંત ડોબરીયાએ જણાવ્યું હતું. આમ, રાજ્ય સરકાર નાનામાં નાના કર્મચારીઓએ કરેલા મહત્વના કામની નોંધ લઈને તેઓને પ્રોત્સાહિત કરવામાં સંવેદનશીલ અભીગમ દાખવે છે.