ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
વોર્ડ નં.2માં વાંકાનેર સોસાયટી મેઈન રોડ પર આવેલ કોપર સીટી પ્લસ બિલ્ડીંગના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.2માં વાંકાનેર સોસાયટી મેઈન રોડ પર આવેલ કોપર સીટી પ્લસ બિલ્ડીંગના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં. 2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, અજયસિંહ જાડેજા, ભરતભાઈ વીરડા, ધર્મેશભાઈ ગઢવી, ઘનશ્યામસિંહ રાઠોડ, વિજયભાઈ વ્યાસ, ભરતભાઈ ખંઢેરીયા, જયદીપભાઈ ગઢવી, જયસુખભાઈ પરમાર, સંજયભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, હર્ષવર્ધનભાઈ કહોર, સંજયભાઈ સિંઘવ, મીલીદભાઈ વાઘેલા, પલ્લવીબેન ચૌહાણ, જસુમતીબેન વસાણી, દેવ્યાનીબેન રાવલ, દીપાબેન કાચા, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, સીમાબેન વાવડીયા, રેખાબેન વાળા, સોનલબેન, વર્ષાબેન આસોડિયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.