રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ વધારાતા વિકાસ કામગીરી ઝડપી બનશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ના વર્ષને શહેરી વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે અને તેના ભાગરૂપે રાજ્યની વિવિધ મહા નગર પાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં માળખાકીય સુવિધાઓ વધારવા પર વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેના જ ભાગરૂપે 2025 ના પ્રથમ દિવસે જ 9 એ ગ્રેડ ની પાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી અને આ મહાનગર પાલિકામાં રૂ 450 કરોડની જોગવાઈ કર્યા બાદ એવી નગર પાલિકાઓ કે જેની વસ્તી સતત વધી રહી છે પરંતુ તેની જરૂરિયાત મુજબ આયોજન માટે ગ્રાન્ટ નો પ્રશ્નો ઉભો થાય છે તેથી આવી નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે.
નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસ્તી ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી ઇ -વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ઈ -વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. આ અપગ્રેડ માં મોરબી જિલ્લાની બે નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે.
જેમાં વાકાનેર નગરપાલિકાને સી ગ્રેડ માંથી બી ગ્રેડ જયારે નવ રચિત ટંકારા નગરપાલિકાને ડી માંથી સી ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે.
વાંકાનેર નગરપાલિકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત વસ્તી વધારો થઇ રહ્યો છે તે જોતા હાલની ગ્રામ પંચાયત માળખાકીય સુવિધા પૂરી પાડવામાં પાછળ રહે છે તે જોતાં ભવિષ્યમાં નજીકની ગ્રામ પંચાયત વિસ્તારમાં ભળી શકે છે અને તે જોતા શહેરને વધુ ગ્રાન્ટ ની જરૂરિયાત છે તેથી વાંકાનેર નગરપાલિકામાં આ અપગ્રેડ થવાના કારણે તે ગ્રાન્ટ વધારો થશે, જે અલગ અલગ વિકાસ કામ વધારો થશે.
- Advertisement -
વાંકાનેરને સરકારમાંથી 22 કરોડ, ટંકારાને 15.5 કરોડ ફાળવશે
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આવનાર વર્ષમાં , બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ.22 કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ.15.5 કરોડ ની ફાળવણીની જાહેરાત કરી છે જેથી આ જાહેરાત મુજબ વાંકાનેર પાલિકાને વર્ષે 22 કરોડ જયારે ટંકારાના 15.5 કરોડ ની ફાળવણી થશે. વાંકાનેરને સરકારમાંથી 22 કરોડ, ટંકારાને 15.5 કરોડ ફાળવશે.
સરકારી ગ્રાન્ટ વધતા સફાઈ ડ્રેનેજ સહિતની કામગીરી થશે
- Advertisement -
શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાયેલા આ સુધારાને પગલે બન્ને નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામમાં પ્રગતી થવાની શક્યતા વધી છે સરકાર દ્વારા બન્ને નગરપાલિકાને ગ્રાન્ટમાં ધરખમ વધારો થશે, હાલ જેના કારણે શહેરના પીવાના પાણી, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ ઉપરાંત રસ્તા જાહેર બગીચા સહિતના વિકાસ કામની ગતિમાં વધારો થશે.