ડો. પીયુષભાઈ વણઝારા, દેવાંગભાઈ પારેખે શાબ્દિક શ્રદ્ધાંજલિ અપર્ણ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પનોતા પુત્ર, પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમ થકી નબળા પરિવારના અનેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે ઉચ્ચ અભ્યાસની શૈક્ષણિક અને આર્થિક સહાય આપી આ નબળા પરિવારોને આર્થિક અને સામાજિક રીતે સધ્ધર કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુ:ખદ અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન (વી.વી.પી.) સંચાલિત એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર, કીચ સ્કૂલ ઓફ ડિઝાઇન દ્વારા આયોજીત પ્રાર્થનાસભામાં સર્વે ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ, નિયામકશ્રી કિશોરભાઈ ત્રિવેદી, આચાર્ય ડો. પીયુષભાઈ વણઝારા, દેવાંગભાઈ પારેખ, તમામ પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત પ્રાર્થનાસભામાં ટ્રસ્ટી કૌશિકભાઈ શુક્લે અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતુ કે રાજકોટના પનોતા પુત્ર, દેશ સેવા-સમાજ સેવાના રંગે રંગાયેલા, ખૂબ સરળ-સહજ-મિલનસાર-સંવેદનશીલ, સૌને સાથે રાખી ચાલનારા, સૌના હૃદયસ્થ તેમજ વી.વી.પી.ની વિકાસયાત્રામાં સદૈવ સક્રિય સાથ આપનાર એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગોઝારી વિમાન દુર્ઘટનામાં દુ:ખદ નિધન થી એક દેશભકત ગુમાવી પૂરી ન શકાય તેવી ખોટ પૂરા દેશ માટે સર્જાણી છે. આ તકે ડો. પીયુષભાઈ વણઝારા તથા દેવાંગભાઈ પારેખે પણ શાબ્દિક શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન (વી.વી.પી.) સંચાલિત એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર, કીચ સ્કૂલ ઓફ ડીઝાઈનના ટ્રસ્ટીગણ, આચાર્ય, પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ વિજયભાઈ રૂપાણી તથા આ ગોઝારી દુર્ઘટનામાં મૃત થયેલા તમામના આત્માની શાંતિ અર્થે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. વિજયભાઈના પરિવારને રાજકોટ-ગુજરાત-દેશને તથા આપણને સૌને ઈશ્વર આ પ્રચંડ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.