મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું, કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યું, ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં
દેશમાં 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાણ થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીએમ મોદીએ મતદાન કર્યું છે. આ સાથે ગુજરાતમાં થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે. આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યું છે.
- Advertisement -
Gujarat CM Bhupendra Patel casts his vote in Gandhinagar in the election being held for the post of President of India pic.twitter.com/MgEqbNeTWY
— ANI (@ANI) July 18, 2022
- Advertisement -
ગાંધીનગરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન
ગાંધીનગર વિધાનસભામાં આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું. આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, પહેલાં દેશ અને પછી પક્ષ. આ સાથે ચૂંટણીમાં યશવંત સિન્હાની જીત થશે તેવું પણ ઉમેર્યું હતું. તો ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો ક્રોસ વોટિંગ કરશે તેવું નિવેદન વિરજી ઠુમ્મરે આપ્યું છે.
ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.