ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયેલા 675 જેટલા કર્મચારીઓ તેમજ અધિકારીઓ પોસ્ટલ બેલેટથી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
- Advertisement -
મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર ગીર સોમનાથ જિલ્લાના પોલીંગ સ્ટાફ દ્વારા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ થકી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.