આવતીકાલે આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, દાદરા અને નગર હવેલીની 1, દમણ-દીવની 1 ગોવાની 2 બેઠક પર મતદાન થશે. ગુજરાતની 25, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4 અને જમ્મૂ-કશ્મીરની 1 બેઠક પર મતદાન થશે. આ સાથે જ રાજ્યમાં 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 25 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. સુરત બેઠકનાં ઉમેદવાર ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ ગઈકાલે રવિવાર સાંજથી જ શાંત થઈ ગયા છે. હવે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં. મહત્ત્વનું છે કે આ સાથે ગુજરાતમાં જ 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે. રાજ્યની વાઘોડિયા, વિજાપુર, માણાવદર, પોરબંદર અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી થશે.
- Advertisement -
ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન?
- આસામ- 4 બેઠક
- બિહાર-5 બેઠક
- છત્તીસગઢ- 7 બેઠક
- દાદરા અને નગર હવેલી-1 બેઠક
- દમણ-દીવ-1 બેઠક
- ગોવા- 2 બેઠક
- ગુજરાત- 25 બેઠક
- કર્ણાટક-14 બેઠક
- મધ્યપ્રદેશ- 8 બેઠક
- મહારાષ્ટ્ર- 11 બેઠક
- ઉત્તરપ્રદેશ- 10 બેઠક
- પશ્ચિમ બંગાળ- 4 બેઠક
- જમ્મૂ કશ્મીર- 1 બેઠક
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે, ત્યારે જોઈએ કયા રાજ્યની કઈ બેઠકો પર લોકસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે –
- આસામ: ધુબરી, કોકરાઝાર, બારપેટા, ગુવાહાટી
- બિહાર: ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા
- છત્તીસગઢ: સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર
- દાદરા અને નગર હવેલી/દમણ અને દીવ: દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
- ગોવા: ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા
- ગુજરાત: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ
- કર્ણાટકની બાકીની 14 બેઠકો: ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવંગેરે, શિમોગા
- મધ્ય પ્રદેશ: ભીંડ, ભોપાલ, ગુના, ગ્વાલિયર, મોરેના, રાજગઢ, સાગર, વિદિશા, બેતુલ – મધ્યપ્રદેશના બેતુલ મતવિસ્તારમાં પણ મતદાન થશે, જે બીએસપીના ઉમેદવારના અવસાન બાદ તબક્કા 2 થી 3 માં ખસેડવામાં આવ્યું હતું, તે પણ 7 મેના રોજ યોજાશે.
- મહારાષ્ટ્ર: બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર (SC), સોલાપુર (SC), માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાથકનાંગલે
- ઉત્તર પ્રદેશ: સંભલ, હાથરસ, આગ્રા (SC), ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બુદૌન, આઓનલા, બરેલી
- પશ્ચિમ બંગાળ: માલદહા ઉત્તર, માલદહા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ
- જમ્મુ અને કાશ્મીર: અનંતનાગ-રાજૌરી