ચૂંટણી ફરજ સાથે જોડાયેલ 1042 સ્ટાફની તાલીમ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
- Advertisement -
જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની તાલીમ અને ત્યાર બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા બીજા દિવસે યોજાઇ હતી. જેમાં ચૂંટણી ફરજ સાથે જોડાયેલા 1042 સ્ટાફની તાલીમ યોજાઈ હતી. અને ત્યારબાદ 1162 પોલીંગ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું. આ તકે 13- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી એ ઉપસ્થીત રહી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
તાલીમના પ્રથમ સેશનમાં સવારે 219 પોલીંગ ઓફિસર અને બપોરના સેશનમાં 823 મહિલા પોલીંગ ઓફિસરોએ માસ્ટર ટ્રેનર્સ પાસેથી મેન્યુલી અને પીપીટીના માધ્યમથી તાલીમ મેળવી હતી.આ તકે જનરલ જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીએ સમગ્ર તાલીમનું નીરીક્ષણ કરી તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.આ તાલીમમાં જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસીંઘ ગોહિલ, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થીત રહયા હતા. અત્રે ઉલ્લેખની છે કે, ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની આ બીજી તાલીમ પૂર્ણ થઈ છે. હવે પછીની અંતિમ તાલીમ વિધાનસભામાં ફરજ નિભાવવાની હશે ત્યાં આગામી દિવસોમાં યોજાનાર છે.તાલીમ પૂર્ણ થયા બાદ 1162 પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ.