લોકશાહીને મજબૂત બનાવવા મતદાન અવશ્ય કરીએ : જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
તાલાલા ચોકડી વેરાવળ ખાતે આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સર્વ હિન્દુ સમાજ સમુહ લગ્નોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયાં હતાં અને નવદંપત્તિઓને ભાવી જીવનની શુભકામનાઓ પાઠવવા સાથે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. નવદંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવતાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે ત્યારે કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ. આ પ્રસંગે કલેક્ટરની ઉપસ્થિતિમાં 34 નવયુગલો અને જાનૈયાઓએ ‘હું અવશ્ય મતદાન કરીશ’ના શપથ લીધા હતાં અને સેલ્ફી પોઈન્ટ પાસે મતદાન જાગૃતિની સેલ્ફી લઈ સંકલ્પબદ્ધ થયાં હતાં.
- Advertisement -
34 ગરીબ, અનાથ યુવતીઓના લગ્ન કરાવાયા
એક તરફ ચૂટણી નો માહોલ ધમધમી રહ્યો છે.ત્યારે આગેવાનો કોઈ પણ પાર્ટી ઓ ના હોય તેઓ ચૂંટણી ઓ મા ગળાડૂબ હોય છે.પરંતૂ વેરાવળ નજીક ના ભાલકાતિર્થ ના ભાલપરા ના આગેવાન અનોખૂ સેવા કાર્ય કરી રહ્યા છે.તેઓ એ 35 દિકરી ઓ કે જેમા ક્ધયા અનાથ હોય.કોઈ માતા પિતા વગર ની હોય.કોઈ અતિ ગરીબ હોય આવી 34 દીકરી ઓ ને પોતાના રીસોર્ટ હોટલ મા રંગે ચંગે પરણાવી રહ્યા છે.
ભગવાન સોલંકી ભાલપરા ગામ ના સેવાભાવી આગેવાન છે.જેણે કૂદરત ના ખોળા સમા પોતાના ભાલકેશ્વર રીસોર્ટ મા ત્રીવેણી સંગમ સમા ત્રણ સેવાયજ્ઞ નૂ આયોજન કર્યૂ છે.જેમા અનાથ. ગરીબ.માતાપિતા વગર ની અને અતી ગરીબ પરીવાર ની 34 દીકરી ઓ ને આજે શ્રીમંતો ની જેમ પ્રભૂતા મા પગલા પડાવ્યા હતા.ત્રીવીધ આયોજન મા 1-સવા હેતૂ સમૂહ લગ્ન 2-મતદાન જાગ્રૃતી હેતૂ ને લગ્નવીધી મા સંકલ્પ સાથે જોડ્યા.3- સાથે થેલેસેમીયા દર્દી ઓ સહીત માટે બ્લડ ડોનેશન કેમ્પ..આમ ચૂટણી સમયે ત્રીવીધ હેતૂ સાથે 34 દીકરી ઓ ને વીદાય આપી હતી. ભગવાન સોલંકી સૂખી સંમ્પન્ન પરીવાર ના છે.પણ અભણ પિતાનો સેવાકિય વારસો તેણે જીવંત રાખ્યો છે.દરેક દિકરી ઓ ને એક સરખો કરીયાવર પણ અપાયો જેમા ઘર ની જરૂરીયાત ની તમામ વસ્તૂઓ ફર્નીચર સાથે દેવમંદીર પણ દીકરી ઓ ને અર્પણ કરાયા હતા