અસંતુષ્ટો કોને ફાયદો કે કોને નુકશાન કરાવશે ?
જ્ઞાતિના સમીકરણો સાથે મુળભૂત પ્રશ્ર્નો અને વાયદા કોને ફળશે અને કોને નડશે ?
- Advertisement -
જૂનાગઢ અને ગિર-સોમનાથની 9 બેઠકનું ગણિત માંડતા પોલીટીકલ પંડિતો
ખાસ ખબર સંવાદદાતા
2017ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ અને ગિર-સોમનાથની કુલ 9 બેઠકમાંથી માત્ર એક બેઠક ભાજપના ફાળે આવી હતી અને 8 બેઠક કોંગ્રેસ પક્ષના ફાળે ગઇ હતી. ત્યારે ભાજપ હાઇકમાન્ડે બંન્ને જિલ્લાની 9 બેઠક પર ભાજપની વધુ બેઠકો હાંસલ કરવા અનેક પ્રયત્નો કર્યા જેમાં 2019 કોંગ્રેસનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ભાજપમાં આવ્યા ત્યાર બાદ ચૂંટણી પૂર્વે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડ ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે 9 સીટમાંથી જૂનાગઢ, માણાવદર, માંગરોળ, સોમનાથ અને ઊના પાંચ ઉમેદવારોને ફરી ટીકીટ આપી મેદાનમાં ઉતાર્યા ત્યારે હવે 9 બેઠકપર આમ આદમી પાર્ટીનાં નવા ચહેરા સાથે પ્રથમ વખત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જંગમાં જોવા મળ્યા તેવા સમયે 9 બેઠક રસાકસી વાળી જોવા મળી રહી છે. પ્રથમ વખત ગુજરાતમાં ત્રિજો પક્ષ મજબૂતીથી મેદાનમાં ઉતર્યો છે. જયારે મતદારો વઘ્યા તેની સામે મતદાનની ટકાવારી ઘટતા હરિફ પક્ષો અને પોલિટીકલ પંડીતો 9માંથી કઇ બેઠક કોના ફાળે જશે તે ચિત્ર સ્પષ્ટ થતુ નથી. આગામી 8 તારીખે મતગણતરી થયા બાદ કયાં પક્ષને ફાયદો અને કયાં પક્ષને નુકશાન તે જોવા મળશે.
હરિફ પક્ષોનાં ઉમેદવારોએ 2 કરોડથી વધુનો ખર્ચ દર્શાવ્યો
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા સીટના ભાજપ, કોંગ્રેસ, આપનાં ઉમેદવારોએ બે કરોડથી વધુનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે. જેમાં કેશોદના ભાજપ ઉમેદવાર દેવાભાઇ માલમ 33.15 લાખનો ખર્ચ અને સૌથી ઓછો કેશોદ બેઠકનાં આપના ઉમેદવારે 3.97 લાખનો ખર્ચ દર્શાવ્યો છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં 59.54 ટકા મતદાન
બેઠક કુલ મતદાર થયેલ મતદાન ટકાવારી
85-માણાવદર 248514 152000 61.16
86-જૂનાગઢ 287721 160610 55.82
87-વિસાવદર 259224 145419 56.10
88-કેશોદ 246388 152893 62.05
89-માંગરોળ 230509 146576 63.59
કુલ: 1272356 757498 59.54
ગિર-સોમનાથ જિલ્લામાં 62.82 ટકા મતદાન
બેઠક કુલ મતદાર થયેલ મતદાન ટકાવારી
90-સોમનાથ 263031 183444 67.74
91-તલાળા 234872 141475 60.23
92-કોડીનાર 234557 134445 57.32
93-ઊના 267094 168554 63.11
કુલ: 999554 627918 62.82