ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 2024ની સામાન્ય ચૂંટણી યોજનાર છે. જિલ્લાની સંવર્ગવાર મતદારયાદીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય-1974 ના વિનિમય-5નાં પરિશિષ્ટ-અમાં નિયત થયેલા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિ નિયમોના નિયમ-3(1) હેઠળ આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે તેમજ નિયમ-3(2) હેઠળ અધ્યક્ષ દ્વારા પ્રમાણિત થયેલ આખરી મતદારયાદી નિયમ-4 હેઠળ તૈયાર થયેલ છે.
- Advertisement -
અત્રેના જિલ્લાની સંવર્ગવાર નોંધાયેલ અને આખરીથયેલ સંવર્ગવાર ખંડ-1 થી ખંડ-9 માટેની આખરી થયેલ મતદાર યાદી નોંધાયેલા મતદારોને જોવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ ખાતે તા. 20/8/2024 સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ લતયબયતદિશભય.ભજ્ઞળ પર પણ મતદાર યાદી જોઈ શકાશે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સુચના અને જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢની એક અખબારી યાદી દ્વારા જણાવેલ છે.