ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચુંટણીમાં 18 વર્ષ કે તેથી વધુ વયના નવા મતદારો મતદાનથી વંચિત ન રહી તે માટે મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સારો એવો પ્રતીસાદ પણ મળ્યો હતો. વર્ષ 2017 ની વિધાનસભા ચુંટણી સમયે નોંધાયેલા મતદારોની સરખામણીએ 2022 ની વિધાનસભા ચુંટણીમાં ત્રણેય બેઠકમાં મળીને નવા 92,236 મતદારો ઉમેરાયા છે જેમાં મોરબી બેઠકમાં વર્ષ 2017 માં 2,55,971 મતદારોની સામે વર્ષ 2022 વિધાનસભા ચુંટણીમાં 2,86,686 મતદારો, ટંકારા બેઠકમાં વર્ષ 2017 માં 2,24,521 મતદારો હતા જયારે 2022 માં ટંકારા બેઠક પરથી 2,49,444 મતદારો નોંધાયેલા છે તો વાંકાનેર બેઠકમાં 2017 ની ચુંટણીમાં 2,44,608 મતદારો હતા જયારે 2022 ની ચુંટણીમાં 2,81,205 મતદારો છે. આમ, મોરબી બેઠકમાં 30,716 મતદારો, ટંકારા બેઠકમાં 24,923 મતદારો અને વાંકાનેરમાં 36,597 મતદારો મળીને ત્રણેય બેઠકમાં કુલ 92,236 મતદારોનો ઉમેરો થયો છે. મોરબી જીલ્લામાં કુલ 905 મતદાન મથકો નોંધાયા છે. મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠકમાંની મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર 1,48,695 પુરુષ મતદારો, 1,37,988 સ્ત્રી મતદારો અને 03 અન્ય મળીને કુલ 2,86,686 મતદારો છે જયારે ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં 1,28,131 પુરુષ મતદારો અને 1,21,313 સ્ત્રી મતદારો મળીને કુલ 2,49,444 મતદારો છે તેમજ વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠકમાં 1,45,221 પુરુષ મતદારો, 1,35,983 સ્ત્રી મતદારો તેમજ 01 અન્ય મતદાર મળીને કુલ 2,81,205 મતદારો નોંધાયેલા છે. મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 4,22,047 પુરુષ મતદારો, 3,95,284 સ્ત્રી મતદારો અને 04 અન્ય મળીને કુલ 8,17,335 મતદારો નોંધાયેલા છે.
મોરબી જિલ્લાની મતદાર યાદી પ્રસિદ્ધ, ત્રણ બેઠકમાં નવા 92,236 મતદારો ઉમેરાયા
