- રિપોર્ટ પ્રમાણે, કલર શિફ્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કોલ, મેસેજ અને એપ નોટિફિકેશન માટે કરવામાં આવી શકે છે
- વિવોએ કહ્યું, હાલ આ ટેક્નોલોજી સાથે બેટરી લાઈફ અને પફોર્મન્સ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે
ચાઈનીઝ ટેક કંપની વિવો નવો કોન્સેપ્ટ લઈને આવી છે. કંપનીએ ફોનના કેમેરા અને સ્ક્રીનમાં ફેરફાર લાવવાને બદલે આ વખતે તેની ડિઝાઈન પર ફોકસ કર્યું છે. વિવોએ બેક પેનલ પર ઈલેક્ટ્રોક્રોમિક ગ્લાસ અટેચ કર્યો છે, જે નોટિફિકેશન પ્રમાણે પોતાના કલર્સ બદલે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કોલ, મેસેજ અને એપ નોટિફિકેશન માટે યુઝરને અલર્ટ કરવા કરવામાં આવશે.
નોટિફિકેશન માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શકે છે
ટેક વેબસાઈટ GSMArenaના એક રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર આ ટેક્નોલોજીનો એક વીડિયો શેર થયો છે. વીડિયોમાં ફોનની બેક પેનલમાં ઈલેક્ટ્રોક્રોમિક ગ્લાસ જોવા મળે છે. કંપની નોટિફિકેશન અલર્ટ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. કલર શિફ્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કોલ, મેસેજ, એપ નોટિફિકેશન અને અન્ય નોટિફિકેશન અલર્ટ આપવા માટે કરવામાં આવી શકે છે.
- Advertisement -
વનપ્લસ કંપની પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચૂકી છે
વિવો પહેલાં ચાઈનીઝ ટેક કંપની વનપ્લસ પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચૂકી છે. CES 2020 ઈવેન્ટમાં કંપનીએ આ ટેક્નોલોજી રજૂ કરી હતી. વનપ્લસે McLaren સાથે પાર્ટનરશિપ કરી છે. જોકે વનપ્લસે રિઅર પેનલને બદલે રિઅર કેમેરા હાઈડ કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
નવી ટેક્નોલોજીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે
વિવો કંપની બેટરી અને ડિવાઈસ પફોર્મન્સ પર આ ટેક્નોલોજીની કેવી અસર થાય છે તેના પર ટેસ્ટિંગ કરી રહી છે. જો ટેસ્ટિંગ સફળ રહ્યું તો આગામી વર્ષે આ ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. આગામી CES 2021 ઈવેન્ટમાં વિવો આ ટેક્નોલોજી રજૂ કરી શકે છે.