એસ.ટી. બસ સ્ટેશનમાં રવિવારે 2000 મુસાફરોને છાશ વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ધર્મપરાયણ જૈન પરિવાર મીનાબેન વીરેન્દ્રભાઈ દોશી પરિવારના મુખ્ય આર્થિક સહયોગથી જીવદયાપ્રેમી માનવતાવાદી સ્વ. વીરેન્દ્રભાઈ દોશીના સ્મરણાર્થે ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાં બસમાં મુસાફરી કરતા યાત્રાળુઓને ગરમીમાં રાહત થાય તે માટે તાજી અને પૌષ્ટિક ઠંડી અમૃતરૂપી છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ શહેરના સેન્ટ્રલ એસ.ટી. બસ પોર્ટમાં રવિવારે દાતા પરિવારના અનિશભાઈ દોશી, રિદ્ધિબેન દોશી અને કુ. હેત્વી દોશીના હસ્તે કરવામાં આવેલ. છાશ વિતરણનો અંદાજે 2000થી વધુ લોકોએ ઠંડી, પૌષ્ટિક છાશનો લાભ લીધેલ અને બળબળતા તાપમાં હાશકારો અનુભવેલ.
- Advertisement -
સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ યાત્રાળુઓને પ્રેમથી ભાવથી છાશ દરેક પીવડાવતા હતા તેમજ સેવા કાર્યમાં એસ.ટી. બસપોર્ટ પર કાર્યરત તમામનો સુંદર સહયોગ મળેલ.
આ કાર્યમાં અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલિયા, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, એડવોકેટ હિરલબેન જાની, હરેશભાઈ બોરીચા, અશ્ર્વિન ચૌહાણ, દક્ષિણભાઈ જોષી, વિજય કુંભાણી, પ્રદીપભાઈ ઉનડકટ, અશ્ર્વિનભાઈ સોનગરા, ઉદયભાઈ ગાંધી, હિરેનભાઈ મહેતા, તુષારભાઈ ત્રિવેદી, કલ્પેશ શાહ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.
છાશ વિતરણ પ્રવૃત્તિ અંગે વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796નો સંપર્ક સાધવા જણાવાયું છે.