આરોગ્ય કેન્દ્ર તથા લેબોરેટરીનું કામ જલદીથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.07માં જનરલ સી.ડી.એસ. બિપિન રાવત અન્ડરબ્રિજ પાસેના રોડને 24 મી. નો રોડ બનાવવાનું તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાના અંદાજીત કુલ રૂ.1.84 કરોડના કામ તથા વોર્ડ નં.07માં આવેલ વિજયપ્લોટ શેરી નં.12માં આવાલ જૂના આરોગ્ય કેન્દ્રના સ્થાને આધુનિક સુવિધા સભર આરોગ્ય કેન્દ્ર તથા લેબોરેટરી બનાવવાના કુલ રૂ.1.10 કરોડના ખર્ચનું કામ ચાલી રહ્યું છે. આ બંને કામની સ્થળ મુલાકાત આજ રોજ બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે લીધી હતી તેમજ આ બંને કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ કામ એપ્રિલ-2023 સુધીમાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપેલ હતા. આ મુલાકાત દરમિયાન બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ સાથે સીટી એન્જીનીયર કોટક તથા અન્ય ટેકનિકલ સ્ટાફ તેમની સાથે રહ્યા હતા.