ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ નિર્મળા મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાટર તેમજ રૈયા ગામ ખાતે આધુનિક સ્મશાનની કામગીરી ચાલી રહી છે જેની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી હતી અને કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી.
નિર્મળા રોડ ઉપર આવેલ ફાયરબ્રિગેડ સ્ટેશનનું અંદાજીત 25 વર્ષ પૂર્વ બાંધકામ કરવામાં આવેલ છે. આ ફાયરબ્રિગેડ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીમાં માટે બે સ્ટાફ કવાર્ટર છે. જે જર્જરિત થયેલ છે. અને સ્ટાફ ક્વાર્ટરની અપુરતી સુવિધા છે. જેથી આ ફાયર બ્રિગેડ સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રસ્તાના ફ્રન્ટ સાઈડમાં ફાયરબ્રિગેડ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લોટનું ક્ષેત્રફળ – 2245.00 ચોરસ મીટર, પ્રોજેક્ટ ખર્ચ રૂા. 8,23,67,895/- ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ- ફાયરબ્રિગેડના વાહનો તથા ગેરેજની સુવિધા (ડબલ હાઈટ-6 નંગ), કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, સર્વિસ એરિયા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, તથા સીડી રૂમ અને બે લીફ્ટની સુવિધા આ ઉપરાંત વોર્ડ નં.-9માં રૈયા મુકિતધામ ખાતે ઇલેકટ્રીક અને ગેસ આધારીત ક્રિમેશ ફર્નેશ સીસ્ટમ અને સંલગ્ન કોમ્પ્રેહેન્સિવ ઇલેકટ્રીક, મીકેનીકલ, સીવીલ કામ સાથે પાંચ વર્ષનું ઓપરેશન અને મેઇન્ટેનન્સે કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામે ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોરમાં આશરે 1230.00 ચોરસ મીટરમાં સ્મશાન બનાવવાનાં કામનો સમાવેશ થયેલ છે તેમજ આ સ્મશાન તૈયાર થયેથી કોન્ટ્રાકટરએ ઇલેકટ્રીક અને ગેસ આધારીત ક્રિમેશ ફર્નેશ સીસ્ટમ અને સંલગ્ન કોમ્પ્રેહેન્સિવ ઇલેકટ્રીક,મીકેનીકલ,સીવીલ કામ સાથે પાંચ વર્ષનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરવાનું રહેશે. આ આધુનિક ઇલેકટ્રીક તેમજ ગેસ આધારીત નવાં સ્મશાનનું કામ થવાથી વોર્ડ નં.-1, ર, 9 અને 10નાં આશરે એક લાખ રહેવાસીઓ તેમજ રાજકોટનાં અન્ય વિસ્તારનાં રહેવાસીઓને પણ આ સ્મશાનનો લાભ પ્રાપ્ત થશે. આજની મુલાકાતમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ.(ટેક.) ટુ હિમાંશુભાઈ દવે, ડી.ઈ.ઈ. ગાવિત અને વી. સી. કારિયા હાજર રહ્યા હતા.