3 અને 4 જાન્યુઆરીના રોજ ફરીથી ખાસ કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાની મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન તેમણે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, અજઉ (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદી અને ’ગજ્ઞ ખફાાશક્ષલ’ કેટેગરીના મતદારો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, મતદારો જરૂરી પુરાવા રજૂ કરી આખરી યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રોલ ઓબ્ઝર્વર દ્વારા જૂનાગઢ વિધાનસભા વિસ્તારની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલના પાંચ મતદાન મથકોની મુલાકાત લઈ ઇકઘની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગત તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાયેલા ખાસ કેમ્પમાં જિલ્લાભરમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. તા. 27/12/2025ના રોજ કુલ 3300 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં ફોર્મ નં. 6 (નવું નામ): 1744, ફોર્મ નં. 8 (સુધારો): 1315, ફોર્મ નં. 7 (નામ રદ): 240, ફોર્મ નં. 6અ: 01 જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે આગામી 3 અને 4 જાન્યુઆરી, 2026ના રોજ ફરીથી ખાસ કેમ્પ યોજાશે. જેમાં નાગરિકો ડ્રાફ્ટ યાદી ચકાસી શકશે અને નામ ઉમેરવા કે સુધારવા માટે ફોર્મ ભરી શકશે. મતદારોને આ તકનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.



