વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ હિન્દુ અંગે આપેલા નિવેદનને લઇને વિવાદ સર્જાયો હતો. પોલીસે 30 જેટલા કાર્યકર્તાઓની અકાયત કરી છે.
લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી આજે પહેલી વખત ગુજરાત આવ્યા છે. 2 દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે થયેલા પથ્થરમારાની ઘટના બની હતી. તેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને રાજીવ ભવન ખાતે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે રાહુલ ગાંધી ઇજાગ્રસ્ત થયેલા કાર્યકર્તા તેમજ TRP ગેમઝોન, મોરબી ઝૂલતા પૂલ, સુરત તક્ષશિલા અને વડોદરા હરણી બોટકાંડના પીડિત પરીવારને પણ મળશે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીની મુલાકાતને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ હિન્દુ અંગે આપેલા નિવેદનને લઇને વિવાદ સર્જાયો હતો. જેના કારણે કોંગ્રેસ ભવન પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા