‘ધ્વજાજી’ પધાર્યા મારે આંગણે… રાજકોટમાં આજે ઐતિહાસીક-ભવ્ય-દિવ્ય ધર્મયાત્રા
સ્વયં ઠાકોરજી સ્વરૂપે નાથદ્વારાથી ‘ધ્વજાજી’ પધારશે, સ્વાગત-દર્શન-સામૈયા માટે વૈષ્ણવોમાં હર્ષોલ્લાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
વૈષ્ણવ સંપ્રદાયમાં ‘ધ્વજાજી’ ના પૂજન અને ધ્વજા આરોહણનું અન્નય મહત્વ છે. વૈષ્ણવોના હદયમાં બિરાજતા ઠાકોરજીના રાજસ્થાનમાં સ્થિત પવિત્ર ધામ શ્રી નાથદ્રારા થી સ્વયં ઠાકોરજી સ્વરૂપે આવતા ‘ધ્વજાજી’ ના સ્વાગત, દર્શન અને સામૈયા કરવા રાજકોટની જનતામાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહયો છે. રાજકોટ ની શાન જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર દાતા મૌલેશભાઇ ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ મહોત્સવ નિમિતે શ્રી નાથદ્રારની ‘ધ્વજાજી’ નું ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે વિશાળ શોભાયાત્રા યોજાશે. રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ખાસ ઉભા કરવામાં આવેલ વૃંદાવન ધામમાં દાનવીર મૌલેશભાઇ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવના ભાગરૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ રાજકોટના આંગણે આજે ‘ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. શ્રીનાથદ્રારાના પૂજય વિશાલ બાવાશ્રી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્રારાની ‘ધ્વજાજી’ લઇ રાજકોટ ખાતે પધારશે. એરપોર્ટ થી ‘ધ્વજાજી’ ને સૌપ્રથમ કાલાવડ રોડ સ્થિત બાનલેબની ઓફીસે પધરામણી કરવામાં આવશે. ત્યારબાદ ડુંગર દરબાર અમીન માર્ગના છેડે થી સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાધીકા ફાર્મ સુધી ‘ધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. આજ રોજ રાજકોટ ના આંગણે યોજાનાર આ ભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજના બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભકતો જોડાશે. શોભયાત્રા ના રૂટમાં વિવિધ સ્થળોએ 30 જેટલી લાઇવ મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે રંગબેરંગી ધ્વજા પતાકા સાથે સંપૂર્ણ માર્ગને સુશોભીત કરાયો છે.
બે ઘોડાસવારી, 50 સોફાધારી યુવાનો ની બુલેટ સાથે, નાસિક બેન્ડના 45 જેટલા આર્ટીસ્ટોની બેન્ડ વાજાની જમાવટ, શોભાયાત્રાની આગળ અને પાછળ બે ડી.જે. વાન રહેશે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષા હેતુ પાઇલોટીંગ પોલીસ વાન ધર્મયાત્રા ની આગળ રહેશે. શોભાયાત્રાના રૂટ પર વિવિધ સ્થળ પર ‘ધ્વજાજી’ ના સામૈયા અને દર્શન થઇ શકે તે માટે 8 જેટલા આકર્ષક સુશોભીત સ્ટેજ બનાવાયા છે. જયાં શોભાયાત્રા પહોંચતાની સાથે જ ‘ધ્વજાજી’ પર ઉપસ્થિત ભાવીકો પુષ્પવર્ષા કરશે. આ શોભાયાત્રાના સમગ્ર રૂટ ને હોર્ડીંગ્સ – બેનરથી સુશોભીત કરાયા છે. ગઈઈ ની 150 વિદ્યાર્થીઓની એક ટીમ શોભાયાત્રામાં પરેડ સાથે જોવા મળશે. યજમાન ઉકાણી પરિવારના મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા આમંત્રીત મહેમાનો આ ધર્મયાત્રામાં જોડાશે. શાવર મશીન વાન દ્રારા ઠેરઠેર માર્ગ પર ગુલાબની પાંદડીઓની પુષ્પવર્ષા થશે. આ ધર્મયાત્રામાં 5 જેટલી વિન્ટેજ કાર, જેને 30 જેટલા પરંપરાગત સુશોભીત છત્રીઓ સાથેના સિપાઇઓ કવર કરશે. વિન્ટેજકાર ના કાફલામાં સેન્ટ્રલ કારને સંપૂર્ણ રીયલ ફલાવર્સથી સુશોભીત કરાશે જેમાં ‘ધ્વજાજી’બિરાજમાન થશે. ખેરડી ગૌશાળાના પરંપરાગત વેશભૂષામાં સજજ 84 જેટલા યુવાનો રાસ ગરબા સાથેની પ્રસ્તૃતી, બે ધોડા સાથેની 5 બગીઓ, સાફા સાથે 100 જેટલા બાઇક સવારો, ગ્રામ્ય સંસ્કૃતીને ઉજાગર કરતા સુશોભીત બળદગાડાઓ, ધર્મયાત્રાની શોભા વધારશે. શોભાયાત્રા દરમ્યાન ભાવીકોને પ્રસાદ વિતરણ માટે પ્રસાદ રથ સાથે રહેશે. ધર્મયાત્રા દરમ્યાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત માનવ મેદનીમાં આકસ્મીક બનાવોને પહોંચી વળવા એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર્સ, પોલીસવાન ની સધન વ્યવસ્થા ગોઠવાશે. શોભાયાત્રાના માર્ગ પર કચરાને તુરંત હટાવવા ગાર્બેજ વાન શોભાયાત્રા પાછળ રહેશે. રાજકોટના આંગણે ત્રિદિવસીય મનોરથ ઉત્સવના આધ્યાત્મીક પ્રસંગને ઉજાળવા, ‘ધ્વજાજી’ રૂપે સ્વયં ઠાકોરજીના રંગે રંગાવા, તથા વૃંદાવનધામમાં દર્શન ભકિતમાં લીન થઇ આ પવિત્ર ઉત્સવનો લાભ લેવા રાજકોટવાસીઓને મૌલેશભાઇ ઉકાણી-બાનલેબ પરિવારનું સ્નેહ અને આદર સાથે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
ગુજરાતના CM ભૂપેન્દ્રભાઇ પટેલ મૌલેશભાઇ ઉકાણીના નિવાસસ્થાને પધાર્યા
- Advertisement -
સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટની શાન સમા દાનવીર પાટીદાર સમાજના મોભી મૌલેશભાઇ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ નિમિતે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ ઇશ્વરીયામાં વૃંદાવનધામ ખાતે યોજાશે. ત્યારે તા. 4 ને શનિવારે રાજકોટ આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ મૌલેશભાઇ ઉકાણીના નિવાસ સ્થાને પધારી સમગ્ર ઉકાણી પરિવારને લગ્નોત્સવ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી એ ઉકાણી પરિવારના મુરબ્બી ડો. ડાયાભાઇ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. વર-વધુ ચિ. રાધા, ચિ. રીશી ને આર્શીવાદ પાઠવી બંને વેવાઇ મૌલેશભાઇ ઉકાણી અને નીતીનભાઇ કણસાગરાને શુભેચ્છાઓ આપી સમગ્ર પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, સંજયભાઇ કોરડીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજુભાઇ ધ્રુવ જોડાયા હતા.