ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
વિસાવદર નગરપાલિકાના ફોટુ પ્રેમી માણસો ફક્ત ફોટા પાડીને સંતોષ કરી લેતા હોય છે.હમણા એક શહેરના અગ્રણી ધારાશાસ્ત્રીએ ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં રહેલા કચરાના ઢગલાઓ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડી દીધા.
- Advertisement -
વેરો ઉઘરાવવામાં સદાય આગળ રહેતા કમેચારીઓને આ ગંદકિ નથી દેખાતી.ઢોલ લઈને વેરા ઉઘરાવવા નીકળી પડતાં આ વિકાસપુરૂષોના અવતાર સમા સુવિધાઓ આપવામાં કેમ છેલ્લી પાયરીએ બેસી જાય છે.સરકાર તો સુવિધાઓ આપવા માટે ગ્રાન્ટ ફાળવણી કરે જ છે પણ આવડતના અભાવને લીધે યોગ્ય ઉપયોગ નથી થતો કે પછી વચેટીયાઓ ભાગ પડાવી જાય છે.હવે તો વિસાવદરની જનતા જાગે અને રોડ રસ્તાઓ તેમજ સ્વચ્છતા મામલે આંદોલનનાં મંડાણ કરે અને આ ધુતરાષ્ટ્ર સમાન અધિકારીઓને દષ્ટિ આપે એવી પ્રાર્થના કરે છે.