ગેઈમમાં ઘૂસેલા પુરૂષ અવતારે 16 વર્ષની છોકરીના ‘અવતાર’ ને પીખી નાખ્યો: લંડન પોલીસ હવે તપાસ કરશે
આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ અને વર્ચ્યુઅલ રીયાલીટીના આ સમયમાં એક અવાજ અનોખી તેવી ઘટનામાં બ્રિટનમાં 16 વર્ષની એક ટીનએજર્સના ‘અવતાર’ પર વર્ચ્યુઅલ- ગેંગરેપ થતા આ ટીનએજર માનસિક આઘાતમાં સરી પડી છે. બ્રિટીશ પોલીસના જણાવ્યા મુજબ આ ટીનએજર મેટાવર્સ ગેઈમમાં તેના વર્ચ્યુઅલ રીયાલીટી હેડસેટ પહેરીને ગેમમાં સામેલ થઈ હતી.
- Advertisement -
આ મેટાવર્સમાં જે તે વ્યક્તિના રીયલ જેવા જ વર્ચ્યુઅલ અવતાર હોય છે તે સમયે કેટલાક પુરૂષો જેઓ પણ આ રીતે વર્ચ્યુઅલ અવતારથી ગેમમાં સામેલ હતા. તેઓએ આ ટીનએજના ‘અવતાર’ પર ગેંગરેપ કર્યા હતો. જો કે શારીરિક રીતે આ કોઈ રેપ ન હતો પણ ખુદના અવતાર પર આ રીતે રેપ થયો તેથી ટીનએજ આઘાતમાં સરી પડી હતી.
ડેઈલી મેલના રિપોર્ટ મુજબ આ પ્રકારે શારીરિક સંપર્ક વગર પણ વર્ચ્યુઅલ અવતાર પર રેપની ઘટનાને પોલીસ ખૂબજ ગંભીરતાથી લઈ રહી છે. તેની માનસિક અને ખાસ કરીને ઈમોશનલ અસર ખૂબજ ગંભીર હોય છે. આ કેસ પર બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ કપેરલીએ પણ પ્રતિભાવ આપતા ટીનએજને જે માનસિક આઘાત સહન કરવો પડયો તે પણ એક અપરાધીક કૃત્ય ગણાવ્યું હતું.
ભલે તે રેપ વાસ્તવિક ના હોય તો પણ આ પ્રકારના વર્ચ્યુઅલ કૃત્યને ચલાવી નહી લેવાની ખાતરી આપી હતી અને ખાસ કરીને ટીનએજમાં આ પ્રકારે જાતિય સતામણીને તેના જીવન પર દુષ્પ્રભાવ પાડી શકે છે તેવું તારણ પણ આપ્યુ હતું.
- Advertisement -
બ્રિટનની નેશનલ પોલીસના વડા એ મેટાવર્સને આ પ્રકારના અપરાધ માટે ખૂબજ સરળ પ્લેટફોર્મ ગણાવતા ઓનલાઈન ક્રાઈમ માટેની પોલીસ સ્ટ્રેટેજી પણ હવે આ પ્લેટફોર્મ સહિતના પ્લેટફોર્મ માટે ઘડવાની જાહેરાત કરી હતી. આ ટીનએજ ‘હોરીઝોન વર્લ્ડ’ ગેઈમ રમી રહી છે જે ફેસબુકના સર્જક પેટાકંપનીની પ્રોડકટસ છે અને તેમાં 2022માં પણ એક મહિલાએ તેને શાબ્દીક રીતે આ પ્રકારની જાતિય સતામણીનો ભોગ બનવું પડયું હતું તેવી ફરિયાદ કરી હતી.