ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુર જલારામ પોલીસ ટીમે સ્વાતંત્ર્ય દિવસ અને જન્માષ્ટમી પહેલાં જ મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડના નેતૃત્વમાં પોલીસે કાગવડ ગામની રેલવે ફાટક નજીક રેડ કરતા 771 પેટી ઇંગ્લિશ દારૂ, ગેસના ટેન્કરમાં બનાવેલા ચોરખાનામાંથી બહાર કાઢીને તથા અન્ય વાહનો સાથે મળી કુલ 1.67 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
મળતી માહિતી મુજબ, દારૂનું કટીંગ શરૂ થાય તે પહેલાં જ પોલીસ સ્થળ પર પહોંચી જતા તમામ સપ્લાયરો અને વાહનચાલકો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. પોલીસે દારૂ સાથે વાહનો કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પી.આઈ. એસ.જી. રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, વિજયભાઈ ગોહેલ, જીગ્નેશભાઈ ચૌહાણ, વિશાલભાઈ પરમાર, કૌશિકભાઈ ચાચાપરા અને જગદીશભાઈ વાઘમશી સહિતની ટીમ હાજર રહી હતી. જન્માષ્ટમી પહેલા જ કડક કાર્યવાહી થતા દારૂ સપ્લાયરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોમાં વીરપુર પોલીસની આ દારૂ વિરોધી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.



