ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
આયુષમાન આરોગ્ય મંદિર દ્વારા યાત્રાધામ વીરપુર ગામમાં આવેલા માવતર વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જનકભાઈ ડોબરીયાના અધ્યક્ષ સ્થાને એક નિક્ષય શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જનકભાઇ ડોબરીયાએ વૃદ્ધાશ્રમના હાજર રહેલા વડીલોને આ નિક્ષય શિબિર અંગે માહિતી આપી હતી. તાલુકા હેલ્થ ઓફિસર જેતપુર ડો સાપરિયા દ્વારા ટીબીની બીમારી, તેના લક્ષણો, વિવિધ નિદાન પધ્ધતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
- Advertisement -
તથા મેડિકલ ઓફિસર PHC મેવાસા ડો ધર્મિશા દ્વારા નિદાન થાય તો દર્દીઓએ પૂર્ણ સારવાર લેવા તથા ટીબીના દર્દીઓ સાથે ભેદભાવ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમ તમામ વડીલોનું ટીબીની બીમારી અંગે સ્ક્રીનીંગ કરી સાથે સાથે બીપી અને સુગરની તપાસ કરવામાં આવી હતી તેમજ જે વડીલોના આયુષ્માન કાર્ડ બાકી હતા તેમને આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને વડીલોને એકસરે તપાસ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વીરપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા,આ કામગીરીમાં ટીબી સુપરવાઈઝર રાઠોડ ભાઈ,તાલુકા સુપરવાઈઝર કાનાણીભાઈ તથા આયુષ્માન આરોગ્ય મંદિર વીરપુર તથા કાગવડના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફ હાજર રહી જહેમત ઉઠાવી હતી.