– પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ પર
વર્લ્ડ કપમાં ભારતનો વિજયરથ જારી રહ્યો હોય તેમ ગઇકાલના મેચમાં બાંગ્લાદેશને હરાવીને જીતનો ચોકકો ફટકાર્યો હતો. સળંગ ચોથો વિજય હાંસલ કર્યો હતો. પુનાની બેટીંગ-ફ્રેન્ડલી સવાર વિમેટ પર પણ ભારતીય બોલર્સોએ ઘાતક બોલીંગ કરીને બાંગ્લાદેશના બેટરોને નિયંત્રણમાં રાખ્યા હતા અને ટીમ નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટેે 256 રન કરી શકી હતી.
- Advertisement -
બાંગ્લાદેશે શરૂઆત આક્રમક ઢબે કરી હતી. ઓપનર હસન (51) તથા લીટન દાસ (66)ની જોડીએ 93 રનની ભગીદારી કર્યા બાદ ભારતીય બોલરોએ પરચો દેખાડવાનું શરૂ કરી દીધું હતું. કુલદીપ યાદવે અ ભાગીદારી તોડયા બાદ વારાફરતી અન્ય બોલરો પણ વિકેટો ખેડવતા ગયા હતા. રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ તથા મોહમ્મદ સિરાજને બે-બે વિકેટ મળી હતી. પ્રારંભિક 15 ઓવરમાં 94 રન બનાવનાર બાંગ્લાદેશની ટીમ અંતિમ 15 ઓવરમાં માત્ર 49 રન બનાવી શકી હતી.
The chase master was at it again in Pune 🙌#INDvBAN #CWC23 pic.twitter.com/nYDmomIl4E
— ICC (@ICC) October 19, 2023
- Advertisement -
257 રનના જીત ટાર્ગેટ સાથે મેદાને પડેલી રોહિત શર્મા તથા શુભમન ગીલની જોડી આક્રમણ અંદાજમાં જોવા મળી હતી. 10 ઓવરના પાવર પ્લેમાં 63 રન જુડી કાઢયા હતા. રોહિત શર્મા 48 રન સાથે સળંગ ત્રીજી અર્ધી સદીની નજીક પહોંચ્યો હતો ત્યારે જ બરાબર સિકસ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આપી બેઠો હતો.
ત્યારબાદ શુભમન ગીલ 53 રન બનાવીને આઉટ થયો હતો. વનડાઉન આવેલા વિરાટ કોહલીએ શાનદાર રમત આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હતું. સામા છેડે શ્રેયસ અય્યર 19 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી એક છેડો સાચવીને બાંગ્લાદેશી બોલરોની ધોલાઇ કરતો રહ્યો હતો. વિરાટ કોહલીએ 93 દડામાં અણનમ 103 રન ઝુડીને ભારતને વિજય અપાવી દીધો હતો. છગ્ગો ફટકારીને વિનીંગ શોર્ટ ફટકાર્યો હતો. 41.3 ઓવરમાં જ ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 261 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
The captain's embrace 🤗#INDvBAN #CWC23 pic.twitter.com/tm47tDUC0E
— ICC (@ICC) October 19, 2023
ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપનાર વિરાટ કોહલીએ 48મી વન-ડે સદી ફટકારી હતી. જયારે આંતરરાષ્ટ્રીય મેચોમાં 78મી સદી નોંધાવી હતી. વર્લ્ડકપના મેચોમાં ચેઝ કરવામાં કોહલીની આ પ્રથમ સદી હતી જયારે અત્યાર સુધીના વર્લ્ડ કપની આ ત્રીજી સદી હતી.