ફીટ ઈન્ડિયા આંદોલનના એક વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અનેક હસ્તીઓ સાથે વાત કરી હતી.

વિરાટ કોહલી, મિલિંદ સોમન સહિત ઘણા સ્ટાર્સે વડાપ્રધાન મોદી સાથે તેમના ફિટનેસ રૂટીન વિશે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને દરરોજ અડધો કલાક ફિટનેસ માટે કામ કરવાની સલાહ આપી હતી.

વડાપ્રધાન મોદીએ વિરાટ કોહલી સાથે વાત કરતા કહ્યું કે, તમારું નામ અને કાર્ય બંને વિરાટ (મહાન) છે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે જે જનરેશનમાં રમવાનું શરૂ કર્યું ત્યાં રમતની માંગ બદલાઈ ગઈ હતી. અમારી સિસ્ટમ રમત માટે યોગ્ય નહોતી અને રમતને કારણે મારે ઘણું બદલવું પડ્યું. વિરાટે કહ્યું કે જ્યાં સુધી તમને તમારી જાતને ફીટનેસ કેટલું મહત્વનું છે એ સમજાવું જોઈએ. આજે પ્રેક્ટિસ મિસ થઇ જાય તો ખરાબ નથી લાગતું પણ હું ફિટનેસની સંભાળ રાખું છું. વડાપ્રધાન મોદીએ કોહલીને પૂછ્યું કે, તમારી ફિટનેસને કારણે દિલ્હીના છોલે ભટુરેનું નુકસાન થયું હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન પૂછ્યું હતું કે શારીરિક તંદુરસ્તીની સાથે લોકોએ માનસિક તંદુરસ્તીને પણ સાચી રાખવી પડશે. વધુમાં કહ્યું કે, દરેક ક્ષેત્રના લોકોને આજની વાતોથી પ્રેરણા મળશે. આજે હું તમામ દેશવાસીઓને સારા સ્વાસ્થ્યની ઇચ્છા કરું છું. દેશમાં તંદુરસ્તી વિશે લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે અને હવે યોગ જીવનનો એક ભાગ છે.