તુષાર દવે
ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે, છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે
એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે.
- Advertisement -
એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.
માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના ઈતિહાસના ફલક પર અનેક નેતાઓ આવ્યા અને ગયા. પરંતુ ગાંધી જેટલો શાશ્વત અને એવરગ્રીન નેતા ભાગ્યે જ કોઈ હશે. વર્તમાનની સમસ્યાઓને કે વિકટ સ્થિતિઓને ગાંધીના દૃષ્ટિકોણથી અથવા તો એવી જ કોઈ સ્થિતિમાં ભૂતકાળમાં ગાંધીએ લીધેલા નિર્ણયોના સંદર્ભમાં જોઈએ ત્યારે થાય કે એ માણસ કેટલો દૂરંદેશી હતો!
ગાંધીજીની વાતો, મૂલ્યો અને સિદ્ધાંતો સામે રહેલી અસમહતિઓને બાજુ પર રાખીને જોઈએ તો એ સમયે ગાંધીને ખોટા માનનારા અથવા તો આજે ગાંધીને કોઈ અલગ દૃષ્ટિકોણથી જોઈને ગાંધીને ખોટા માનનારાઓ પણ જો ફરી ફરીને અભ્યાસ કરે તો થશે કે એ બોખુ સ્મિત ધરાવતો વાણીયો ત્યારે પણ કેટલો સાચો હતો અને આજે પણ કેટલો પ્રસ્તુત છે! ટ્રેક્ટર રેલીની હિંસા અને લાલ કિલ્લા પરની ઘટનાને 1922માં અસહકાર આંદોલન દરમિયાન થયેલા ચૌરી ચૌરા કાંડના સંદર્ભમાં જોવા અને સમજવા જેવી છે.
- Advertisement -
કિસાન બિલના વિરોધમાં ખેડૂતો બે મહિના કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ એ આંદોલનને યેનકેન પ્રકારેણ તોડી પાડવા કેન્દ્રની ભાજપની આગેવાની ધરાવતી સરકાર સામ, દામ, દંડ અને ભેદની એ તમામ નીતિઓ અખત્યાર કરી રહી છે જેવી અન્ના હજારેના આંદોલનને તોડી પાડવા કોંગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ સરકારે અપનાવેલી. આમ છતાં ખેડૂતો ટસના મસ થતાં નહોતાં. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થઈ અને એનાથી આંદોલનને અભૂતપૂર્વ નુકસાન પહોંચ્યું. હિંસા અને અફરા-તફરી ભર્યાં એ એક જ દિવસના કારણે આંદોલનમાં ફાટફૂટ પડી ગઈ.
જે ફાટફૂટ હતી એની તિરાડો ખીણમાં પરિવર્તિત થઈ ગઈ અને ખેડૂતોને મળતા લોક સમર્થનનો પાયો હચમચી ગયો. એ પાયો કે જેની શેહ અત્યાર સુધી સરકાર અને મીડિયાને ભરવી પડતી હતી.
આંદોલનકારીઓના એક નાના સમૂહે એવી ભૂલ કરી નાંખી જેની સજા હવે કદાચ તમામ ખેડૂતોએ ભોગવવી પડશે. એકલ-દોકલ નહીં, પણ અઢી ડઝનથી વધુ સંગઠનો હોય અને દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા લોકો હોય અને એમની સંખ્યા ખુબ જ મોટી હોય એ સંજોગોમાં દરેક પર કાબૂ ન રાખી શકાય એ શક્ય છે. બીજું કે કેટલાક તત્વો કોઈ ષડયંત્રના ભાગરૂપે હાથે કરીને આંદોલનને નુકસાન પહોંચે એવા કાર્યો કરતા હોવાના આરોપો થઈ રહ્યાં છે અને આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આમ છતાં કારણ ગમે તે હોય, પણ 26મીની ઘટનાનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી કે કોઈ રીતે એને જસ્ટિફાઈ પણ કરી શકાય એમ નથી.
લાલ કિલ્લા પર ફરકતા ત્રિરંગાને નુકસાન ન પહોંચાડીને ફરકાવવામાં આવેલા ઝંડાના વિવાદની વાત કરીએ તો એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે. એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.
ખેડૂતોના દૃષ્ટિકોણથી જોઈએ તો એમાં કેટલાક ખરાબ ઈરાદા ધરાવતા તત્વો ઘુસ્યા હોવાના એકરાર સાથે એ પણ સ્વીકારવું પડે કે દિલ્હી ગયેલા તમામ ખેડૂતો હિંસક નથી, ખાલીસ્તાની પણ નથી અને આંદોલનનો મૂળ હેતુ પણ હિંસા નથી. આંદોલન લાંબા સમયથી ખુબ જ સંયમ સાથે અહિંસક રહ્યું છે. જો તમામ ખેડૂતો હિંસક હોત અને હિંસાના હેતુથી જ દિલ્હીમાં ઘુસ્યા હોત તો કદાચ આખુ દિલ્હી ભડકે બળી રહ્યું હોત અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શાંત પણ ન થયુ હોત. આંદોલનકારીઓની સંખ્યા અને ક્ષમતાની દૃષ્ટિએ 26મીએ જેટલી હિંસા અને અથડામણોની આશંકાઓ હતી એની તુલનાએ તલવારનો ઘા સોયથી ટળ્યો છે. બીજી તરફ સરકાર અને ખાસ કરીને આપણા સુરક્ષાદળોના પણ સંયમને દાદ દેવી પડે.
ખેર, ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે.
કટ ટુ અસહકાર આંદોલન. 1922ની વાત છે. ગાંધીજીના આહવાહન પર દેશભરમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું. લોકો વિદેશી કપડાં, ચીજ-વસ્તુઓ અને અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી અને ચરખો અપનાવી સત્યાગ્રહમાં જોડાઈ રહ્યાં હતાં. અંગ્રેજો વિરુદ્ધ પ્રદર્શનો, વિદેશી કપડાંની હોળી વગેરે કાર્યક્રમો ચાલી રહ્યાં હતાં. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પરગણામાં પોલીસે બે આંદોલનકારીઓને ધરપકડ કરેલી. એમને છોડાવવા 4 ફેબ્રુઆરી 1922ના રોજ પોલીસ સ્ટેશનની આસ-પાસ હજારો આંદોલનકારીઓ એકત્ર થઈ ગયાં. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું. પરિસ્થિતિ કાબુ બહાર જતાં પોલીસે ફાયરિંગ કર્યું. અનેકને ગોળીઓ વાગી. જેના કારણે ઉશ્કેરાયેલી ભીડ પોલીસની પાછળ પડી. પોલીસવાળા પોલીસ ચોકીમાં સંતાઈ ગયા. ભીડે ચોકીને આગ લગાવી દીધી. ફાયરિંગમાં 11 લોકોના મોત થયા અને ચોકીને આગ લગાડવાની ઘટનામાં 23 લોકોના જીવ ગયા.
આ ઘટનાના કારણે ગાંધીજીને આઘાત લાગ્યો અને એક ચૌરી ચૌરાની ઘટનાના પગલે તેમણે આખા દેશમાંથી અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. એ સમયે ગાંધીજીના એ નિર્ણયથી ઘણાં લોકો નારાજ હતા. એમને અંગ્રેજ સરકાર સામેનો સત્યાગ્રહીઓનો એ ગુસ્સો અને ગુસ્સામાં ભરાયેલુ પગલુ વાજબી લાગતુ હતું. આઝાદીના લડવૈયાઓમાં જ હિંસાના સમર્થક અને ગાંધીજીના સમર્થકોમાં ભાગલા પડી ગયા. પછીથી ગાંધીજી પોતાના મૂલ્યોને વળગી રહ્યાં અને કેટલાક ક્રાંતિકારીઓએ આઝાદી માટે હિંસાનો રસ્તો પકડ્યો.
આજે પણ ઘણા એ ઘટનાને યાદ કરીને એમના એ નિર્ણયને ખોટો ગણાવે છે. ગાંધીવિરોધીઓને લાગતું હતું કે તેઓ લોકોનો ગુસ્સો સમજી નથી રહ્યાં, પણ ગાંધી બહુ દૂરનું જોઈ શકતાં હતાં. તેઓ પણ આઝાદી ઈચ્છતા હતા, પણ તેઓ આઝાદી મેળવવાના સાધનો કદી અશુદ્ધ થવા દેવા નહોતા ઈચ્છતાં. એ એક એવો નેતા હતો જે મહાત્મા કહેવાતો અને જેના આંદોલનો ’સત્યાગ્રહ’ તરીકે ઓળખતાં. તેમનું માનવું હતું કે જેમની સામે લડી રહ્યાં હોય એમની સામે લડતાં લડતાં એમના જેવા જ થઈ જઈએ તો જે પણ મેળવી લઈએ એ નિરર્થક છે.
ઈનશોર્ટ, ગાંધી ત્યારે પણ સાચા હતા અને આજે પણ પ્રસ્તુત છે. એમની એ સમયની વાતો આજે ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં જોઈએ ત્યારે આ વાત સ્પષ્ટ સમજાય છે. આંદોલનકારીઓએ અને આપણે સૌએ એમાંથી ધડો લેવા જેવો ખરો. અસ્તુ.
ફ્રી હિટ :
તમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો.
– મહાત્મા ગાંધી
– મહાત્મા ગાંધી