નૂપુર શર્માના વિવાસ્પદ નિવેદનને લઇને દેશભરમાં વિરોધ-પ્રદર્શનો કરવામાં આવ્યા છે. આ દરમ્યાન પ્રયાગરાજથી હાવડા અને રાંચી સુધી હિંસક ઘટનાઓ પણ થઇ. યૂપી પોલિસ આ ઘટનાઓને લઇે આરોપિઓની ઓળખ અને ધરપકડ કરી રહી છે. જયારે, રાંચીમાં પ્રશાસનએ લોકોને ઘરથી બહાર નહીં નિકળવા માટે કહ્યું છે. પ્રશાસનની તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ઘરથી બહાર નિકળનાર લોકોની ધરપકડ કરવામાં આવશે.
- Advertisement -
રાંચીમાં ધાર્મિક સ્થળ પર પેટ્રોલ બોમ્બથી હુમલો
રાંચીના એક ધાર્મિક સ્થળ પર અડધી રાત્રે પેટ્રોલ બોમ્બથી હુમલો થયાનો આરોપ છે. લોકોને આ વાતની જાણકારી તાત્કાલિક પોલીસને આપી. આરોપ છે કે, જયારે બધા લોકો સૂઇ રહ્યા હતા, ત્યારે ધાર્મિક સ્થળ પર 4 પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.
બંગાળ બીજેપી અધ્યક્ષ હાઉસ એરેસ્ટ
બંગાળના બીજેપીના અધ્યક્ષ સુકાંત મજમૂદારએ હાવડાના હિંસા પ્રભાવિત પંચલા જવા માટે જાહેર કરવામાં આવ્યું. સુકાંત મજૂમદારએ પાંચલા જવા માટે એલાન કર્યુ હતુ જ્યાં પાર્ટી કાર્યાલયને પ્રદર્શનકારીઓને આગ લગાવી દીધી હતી. પોલીસએ સુકાંત મજૂમદારને હાઉસ એરેસ્ટ કરી લીધા છે.
Section 144 imposed in several areas of Ranchi after protests
- Advertisement -
Read @ANI Story | https://t.co/X2esIReqV3#ranchiviolence #Ranchiprotest #ProphetMuhammad #Prophetremarksrow pic.twitter.com/198trjA0oL
— ANI Digital (@ani_digital) June 11, 2022
પ્રયાગરાજ હિંસાનો માસ્ટરમાઇન્ડ પોલીસ કસ્ટિડીમાં
પ્રયાગરાજમાં થયેલી હિંસાના કેસમાં પોલીસએ જોવેદ અહમદની ધરપકડ કરી છે. પોલીસએ જાવેદને હિંસાનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો છે. પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધ્યક્ષ અજય કુમારએ કહ્યું કે, આરોપીઓની સામે ગેંગસ્ટર અને રાષ્ટ્રીય સુરક્ષા કાનુન હેઠળ કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે, અસામાજીક તત્વોને પોલીસ પ્રશાસન પર પથ્થરમારો કરવા બાળકોને આગળ કર્યા હતા.
હાવડાના પંચલા બજારમાં પ્રદર્શનને દરમ્યાન ધરપકડ
પશ્ચિમ બંગાળના હાવડામાં પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પ્રદર્શનકારીઓએ ભીડને પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યાર પછી પોલીસએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડયા હતા.