રામનવમી બાદ પ.બંગાળમાં હિંસાની આગ ઠરતી નથી: રિશરા સળગી રહ્યું છે અને પ્રશાસન સમુદ્ર તટે રજા માણે છે; વિપક્ષ નેતા સુવેન્દુનો કટાક્ષ
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળમાં રામનવમીએ શરૂ થયેલીહિંસા બંધ થવાનું નામ નથી લેતી.હુગલી જીલ્લામાં ફરી હિંસા ભડકી છે.ગત મોડીરાત્રે ભારે સ્થિતિ તનાવરંગ બની હતી જયારે લોકોનાં એક સમુહ રિશરા રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક મોટા દેશી બોમ્બ ફેકવાનું શરૂ કરી દીધુ હતું.
કેટલાંક ઉપદ્રવીઓએ રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો પર પથ્થરમારો કર્યો હતો અને સ્ટેશન પાસેના એક વાહનમાં આગ લગાડી દીધી હતી. ઉપરોકત હિંસાની ઘટનાને પગલે બધી સ્થાનિક અને મેલ એકસપ્રેસ ટ્રેન સેવાઓ કેટલાંક સમય માટે રોકી દેવી પડી હતી. જોકે હવે સેવા ફરીથી બહાલ કરી દેવામાં આવી છે.ગત રાત્રે હુગલીમાં હિંસાની ખબર મળ્યા બાદ દાર્જીંલીગમાં પોતાનો કાર્યક્રમ રાજયપાલ સીવી આનંદે રદ કર્યો હતો અને કોલકાતા રવાના થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે રામનવમીની શોભાયાત્રા પશ્ચિમ બંગાળમાં હાવરામાં બે જુથો વચ્ચે હિંસા થઈ હતી.ગઈકાલની હિંસાને લઈને પશ્ચિમ બંગાળ વિધાનસભાનાં ભાજપનાં અને વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રિશરા સળગી રહ્યું છે અને પુરૂ પ્રશાસન રજા પર છે અને સમુદ્ર તટે રજાનો આનંદ લઈ રહ્યું છે.