વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાનો પણ આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા રોષે ભરાઈને વાલીઓએ શિક્ષકનો ધોલાઈ કરી નાખી. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન પણ લીધા હતાં. જૂનાગઢમાં પલાસવા ગામે શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા ગ્રામજનો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો.
શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે રોષે ભરાયેલા વાલીઓ પલાસવા શાળામાં તાળાબંધી કરીને શિક્ષકની ધોલાઈ કરી હતી. આ મામલો વધુ ઉગ્ર બનતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન પણ લીધા હતા.