ખાસ-ખબર ન્યૂઝ પાટણ
હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામના બે યુવાનો સાત માસની અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન રાવીન્દ્રા ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી બંને દેશના અગ્નિવીર જવાનોનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ત્રિરંગા સાથે બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું માદરે વતન પરત પધારેલ અગ્નિવીર જવાન ઠાકોર નિતેશ રમેશજી તથા પરમાર વિજય નરેશભાઈને ફુલહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ હાઇવેથી રાવીન્દ્રા ગામ સુધી ડી.જેના તાલે દેશભક્તિના સુર સાથે હાથમાં ત્રિરંગા સાથે યુવાનોએ રેલી યોજી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયુ હતું. માં ભારતીની સેવામાં જોડાયેલ બંને વીર જવાનોનું સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી જવાનોને આશીર્વાદ આપ્યા હતા પરિવાર જનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -