વિવિધ સમાજના આગેવાનો, વકીલો, ડૉકટરો અને રાજકીય આગેવાનોની ગણપતિ પંડાલમાં ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિ આયોજિત રાજકોટ કા મહારાજા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે, સતત સોળમા વર્ષે વિઘ્નહર્તાનું જાજરમાન સ્થાપન કરવામાં આવ્યું છે, સાથે દરરોજ અલગ-અલગ આધ્યાત્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.
- Advertisement -
જેના ચોથા દિવસની ગણપતિ બાપાની મહાઆરતીમાં ખાસ ગુજરાત રાજ્યના સંવેદનશીલ પૂર્વમુખ્યમંત્રી અને પંજાબ રાજ્યના પ્રભારી વિજય રૂપાણી પૂજાવિધિમાં ઉપસ્થિત રહ્યા અને સંસ્થા દ્વારા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્વાન શાસ્ત્રીજી જયભાઈ ત્રિવેદી અને શાસ્ત્રીજી મિતભાઈ ભટ્ટ દ્વારા કુમકુમ તિલક કરી ગજાનન ગણપતિ દાદાનો અથર્વશીર્ષ પાઠ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનું સન્માન ભૂદેવ સેવા સમિતિની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાથે આજની મહાઆરતીમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રાજકોટના પ્રમુખ ડો. રાજેશભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી હરીશભાઈ ત્રિવેદી, મહામંત્રી દિલીપભાઈ દવે, બિપીનભાઈ દવે, પ્રવીણભાઈ ત્રિવેદી, વિમલભાઈ ત્રિવેદી, નિકુંજભાઈ ઓઝા, મહેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના તમામ વિઘ્નહર્તાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા.
ભૂદેવ સેવા સમિતિના આંગણે પધારેલા રાજકોટ બ્રહ્મ સમાજના નવ અલગ અલગ તડગોળના પ્રમુખોનું શ્રીમદ્ ભાગવત ગીતા આપી વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવને સફળ બનાવવા બ્રહ્મ સમાજના યુવા નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વસદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિકીભાઈ ઠાકર, વિશાલભાઈ આહિયા, પરાગભાઈ મહેતા તથા ભૂદેવ સેવા સમિતિની યુવા ટીમના ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.