તા. 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન તાલુકા, જિલ્લા અને મહાનગર સ્તરે ’સંઘ દર્શન’ કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) તેના 100મા શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, જેના ઉપલક્ષ્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં તાલુકા, જિલ્લા અને મહાનગર સ્તરે વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવો તા. 2 ઓક્ટોબર, 2025 થી 5 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાશે, જેમાં ’સમાજની સજ્જન શક્તિ’ને સાથે રાખીને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને દૃઢ કરવામાં આવશે.
શારીરિક પ્રત્યક્ષીકરણ: દંડયોગ, આસન, સમતા, વ્યાયામ યોગ અને વિવિધ સ્વદેશી રમતોનું જાહેર પ્રત્યક્ષીકરણ.
શસ્ત્ર પૂજન: પૌરાણિક પરંપરા મુજબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ.
પથ સંચલન (રૂટ માર્ચ): પૂર્ણ ગણેશ વેશમાં સ્વયંસેવકો દ્વારા ઘોષ (બેન્ડ વાજા) સાથે શિસ્તબદ્ધ પથ સંચલન.
બૌદ્ધિક કાર્યક્રમો: દેશભક્તિના ગીત અને અમૃત વચન સાથે બૌદ્ધિક સત્રો.
સંઘના આ મૂળ મંત્રો: રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમ:, વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, અને “હું નહિ તું”**ના ભાવ સાથે આ ઉત્સવ ઉજવાશે.
સૌરાષ્ટ્ર પ્રાંતના મુખ્ય કેન્દ્રો પર કાર્યક્રમોની વિગત (તા. 2-10-2025 થી 5-10-2025)
- Advertisement -
રાજકોટ મહાનગર તા. 2, 4, 5 ઓક્ટોબર વર્ધમાન નગર, લક્ષ્મી નગર, નટરાજ નગર, રણછોડ નગર, મારુતિ નગર વિસ્તારના વિવિધ ઉપનગર
સોમનાથ જિલ્લો તા. 2, 4, 5 ઓક્ટોબર કોડીનાર, સુત્રાપાડા, ઉના, વેરાવળ, ગીર ગઢડા, તાલાલા નગર અને તાલુકો
સુરેન્દ્રનગર જિલ્લો તા. 4, 5 ઓક્ટોબર વઢવાણ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, કૃષ્ણનગર, જોરાવર નગર, લખતર, હળવદ (નોંધ: મૂળી તા. 7-10)
અમરેલી નગર/જિલ્લો તા. 2, 4, 5 ઓક્ટોબર અમરેલી, બાબરા, લીલીયા, ધારી, બગસરા, લાઠી, કુકાવાવ નગર અને તાલુકો
વિરમગામ જિલ્લો તા. 2, 5 ઓક્ટોબર વિરમગામ નગર/તાલુકો, સાણંદ, નળ કાંઠે, પાટડી, માડળ, આદરિયાણા
બોટાદ નગર/તાલુકો તા. 5 ઓક્ટોબર બોટાદ નગર/તાલુકો
પશ્ચિમ કચ્છ તા. 2, 5 ઓક્ટોબર ખાવડા, ગઢસીસા, માંડવી નગર, માનકુવા, વિથોણ, ભુજ નગર, માધાપર, નખત્રાણા વિસ્તાર
પૂર્વ કચ્છ વિવિધ તારીખે મુન્દ્રા, કોટડા, રતનાલ, અંજાર, ગાંધીધામ નગર અને તેના ઉપનગર
ધંધુકા વિસ્તાર વિવિધ તારીખે ધંધુકા, બાવડા, ધોળકા, રાણપુર, ધોલેરા નગર અને તાલુકા
મોરબી જિલ્લો વિજયાદશમી ઉત્સવ માળિયા, મોરબી, વાંકાનેર તાલુકો/નગર, ટંકારા, પડધરી અને વિવિધ ઉપનગર
જામનગર ગ્રામ્ય તા. 2, 5 ઓક્ટોબર જોડિયા, કાલાવડ, ધ્રોલ, નિકાવા, ઠેબા, લાલપુર, મોટી ખાવડી
ગોંડલ જિલ્લો તા. 1, 2, 4, 5 ઓક્ટોબર લોધિકા, જામકંડોરણા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જસદણ, કોટડા સાંગાણીના વિવિધ નગર/તાલુકા
જૂનાગઢ નગર તા. 5 ઓક્ટોબર વીર સાવરકર, માધવ, ગીરનાર, વિવેકાનંદ, કેશવ ઉપનગર (બાલ પથ સંચલન: ભારતી બાપુ આશ્રમ, ભવનાથ)
પોરબંદર જિલ્લો તા. 5 ઓક્ટોબર પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભાણવડ, જામજોધપુર, ઉપલેટા
કેશોદ વિસ્તાર વિવિધ તારીખે શીલ, બળેજ, માળીયા હાટીના, કેશોદ, માંગરોળ
જૂનાગઢ જિલ્લો તા. 2, 5 ઓક્ટોબર ભેસાણ, વિજાપુર, બીલખા, વંથલી, માણાવદર, વિસાવદર, મેંદરડા
જામનગર નગર તા. 2, 4, 5 ઓક્ટોબર ગાયત્રી, સરદાર પટેલ, અન્નપૂર્ણા, સિદ્ધનાથ, શ્રી રામ, રામેશ્વર, કૃષ્ણ, સાવરકર, ગોકુળ, રણજીત, વ્રજ ઉપનગર
ભાવનગર ગ્રામ્ય તા. 5 ઓક્ટોબર ઘોઘા, ભાવનગર, તળાજા, પાલીતાણા, ગારીયાધાર, શિહોર તાલુકો
સાવરકુંડલા વિસ્તાર વિવિધ તારીખે સાવરકુંડલા, જેસર, બગદાણા, મહુવા નગર/તાલુકો, રાજુલા નગર/તાલુકો, જાફરાબાદ, ખાંભા
ભાવનગર નગર તા. 2, 4, 5 ઓક્ટોબર શ્રી રામ, જશોનાથ, મસ્તામ, કૃષ્ણ, ભરત, કાળીયાબીડ, સરદાર ઉપનગર
દેવ ભૂમિ દ્વારકા તા. 2, 4, 5 ઓક્ટોબર જામ ખંભાળીયા તાલુકો, દ્વારકા, બેટ દ્વારકા, ભોગાત ગામ (જામ કલ્યાણપુર)