સમાજ એક નહિ થવા દે તેવી બાઇક સજોડે જીવન ટુકાવી લીધું
ત્રણ મહિના પૂર્વે ભાગી ગયા બાદ પરિવાર સમજાવી પરત લાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
જસદણની વીડીમાં યુવક અને યુવતીએ ફાંસો ખાઇને સજોડે આપઘાત કરી લેતા સ્થાનિક પોલીસ અને ગામ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વૃક્ષની ડાળીએ લટકી જઇને આપઘાત કરી લેનાર પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારી પીએમ માટે જસદણની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બંને વીંછિયાના સોમપીપળિયા ગામના હોવાનું સામે આવ્યું હતું બન્ને ત્રણ મહિના અગાઉ પણ ઘરેથી નીકળી ગયા હતા ત્યારે તેમને સમજાવીને ઘરે લવાયા હતા પરંતુ બાદમાં યુવતીના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતાં બન્નેએ સમાજ સાથે જીવવા નહીં દે તેમ માની સાથે જ જીવન ટૂંકાવી લીધું હતું.
વીંછિયાના સોમ પીપળીયા ગામના રહીશ
રીંકુ બાવળિયા અને જયુ સદાદિયાને એકબીજા સાથે પ્રેમ સંબંધ હોઇ, પરિવાર એક નહીં થવા દે એ બીકે ઘરેથી ત્રણ મહિના પહેલાં નાસી ગયા હતા, બાદમાં રીંકુના પરિવારે લગ્ન કરી આપશું ઘરે આવો કહીને સમજાવતાં બન્ને પરત આવ્યા હતા પરંતુ બાદમાં રીંકુનો પરિવાર ફરી ગયો અને જયુના પરિવારને પગ ભાંગી નાખવાની ધમકી દઈ લગ્ન કરી દેવાની ના પાડી દીધી હતી આથી આ જનમમાં સાથે નહીં રહી શકાય તેમ લાગતાં બન્ને ફરી ઘર છોડીને ભાગી ગયા હતા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બન્નેએ ઉમટ વીડીમાં સાથે ફાંસો ખાઇને જિંદગીને અલવિદા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં બન્નેના પરિવારજનો અને પોલીસ કાફલો ધસી ગયા હતા બન્નેના મૃતદેહને ઉતારીને જસદણ સિવિલમાં પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.