પીઢ અભિનેત્રી સીમા દેવનું 24 ઓગસ્ટે 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પુત્ર અને ફિલ્મ નિર્માતા અભિયાન દેવે મીડિયાને આપેલી મુલાકાતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે 24 ઓગસ્ટની સવારે તેમની માતાનું નિધન થયું હતું. દિવંગત અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 કલાકે શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
સીમા દેવ ‘અલ્ઝાઈમર’થી ઝઝૂમી રહી હતી
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીત દરમિયાન અભિનય દેવે કહ્યું, ‘માતાનું આજે સવારે નિધન થયું છે. તેમને અલ્ઝાઈમર હતો, છેલ્લા એક વર્ષથી તેમની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
- Advertisement -
સીમાજીએ 80 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
જણાવી દઈએ કે સીમા દેવે મરાઠી ફિલ્મો સિવાય ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે તેમની સમગ્ર કારકિર્દીમાં 80 થી વધુ ફિલ્મો કરી. અભિનેત્રીએ 1960માં ‘મિયા બીબી રાજી’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘આનંદ’માં તેમની ભાભીની ભૂમિકા ભજવી હતી. તેમણે ‘કોશિશ’ અને ‘કોરા કાગઝ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ છેલ્લે 2021માં આવેલી મરાઠી ફિલ્મ ‘જીવન સંધ્યા’માં જોવા મળ્યા હતા.