બોલિવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન સિનેમાના દિગ્ગજ દિવંગત ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન થઈ ગયું છે. પામેલા ચોપરાએ 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે. પામેલા ચોપરાના નિધનથી આખી બોલિવુડ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.
- Advertisement -
View this post on Instagram
પામેલા ચોપરાએ દુનિયાને કહ્યું અલવિદા
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નોહટાએ પામેલા ચોપરાના મોતની ખબર કન્ફર્મ કરી છે. તેમણે જણાવ્યું કે પામેલા ચોપરાનું નિધન આજે સવારે થયું છે. ‘
- Advertisement -
પામેલા ચોપરા આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાના માતા અને રાની મુખર્જીના સાસું છે. પામેલા ચોપરાએ યશ ચોપરા સાથે 1970માં લગ્ન કર્યા હતા. બન્નેના અરેન્જ મેરેજ હતા. પતિ યશ ચોપરાના મોતના લગભગ 11 વર્ષ બાદ પામેલા ચોપરાએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.